"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૧૨  – મિજાજી ક્લાઈંટ અને આદિનો પેહલો સેલ્સ કોલ

દર્શન કુમાર ગૌરવને તેની કેબિનમાં બોલાવ્યો અને કહ્યું ‘જો આપળે હિરેન સાહેબે એક ક્લાઈન્ટ સાથે મિટિંગ ફિક્સ કરી છે આજે ૪ વાગે, તો તું જય આવ અને શું રિકવાઇરમેન્ટ છે કઈ રીતે વસ્તુ જોઈએ છે જોઈ લે… અને સાથે એવું હોય તો આદિત્યને પણ લઈ જા ભલે આવતો એ’ દર્શન કુમારએ કહ્યું.

આમ તો આ મારી પેલી મિટિંગ છે કોઈ ક્લાઈન્ટ સાથેની પણ મને અંદરથી આટલું સમજાતું હતું કે આ એક નવો અનુભવ રહશે… હિરેન સાહેબ દર્શન સાહેબના ખાસ મિત્ર અને ઇનટેરીર ડિજાઇનર હતા અને અમારે આ નવા ક્લાઈન્ટને એમના થ્રુ જ મળવાનું હતું.

‘કયા રહી ગયો છો વાલા’ હિરેન સાહેબે ગૌરવને ફોન પર કહ્યું.

ગૌરવએ જવાબ આપતા કહ્યું ‘ હિરેન ભાઇ ટ્રાફિકમાં છું થોડી વાર લાગશે… કદાચ ૨૦-૨૫ મિનિટ વય જશે’ ગૌરવએ બાઈકને પાર્કિંગમાં મુક્તા મૂકતાં કહ્યું.

‘ શું..૨૦ -૨૫ મિનિટ.. તો તમે અત્યાર સુધી શું કરતાં હતા ટાઈમે નિકળી જવાયને તમારી ઑફિસેથી’ હિરેનભાઇ થોડા ચિડાયને બોલ્યા.

‘માફ કરજો સાહેબ…  અમે રહ્યા નોકરિયાત વ્યક્તિ બોસ કહે કે આમ કરવાનું છે.. અહિયાં જવાનું છે.. હવે એ મૂક હવે આ કરવાનું છે… આમ અમરો અમારા પર કામના કલાકોમાં નિયંત્રણ હોતું નથી..’ ગૌરવએ મજાકીયા અંદાજમાં હિરેનભાઇને કહ્યું.

‘ ઑ ભાઇ.. ઑ.. હું તારી વ્યથા સાંભળવા નથી આવ્યો તું ભાઇ પોચને જલ્દી.. સાહેબ બોલ્યા.

ગૌરવ પેહલા હળવું હસીયો અને પછી બોલ્યો ‘અરે હિરેન ભાઇ મજાક કરું છું કોઈ ટ્રાફિકમાં નથી અને પોહચી ગયો છું લોકેશન પર પાર્કિંગમાંથી બસ જો ઑફિસ બાજુ આવું છું…’

‘તો ભાઇ સીધું સીધું કે ને આમ…ખોટી ભર બપોરે મગજની નસ ખેચતો…’ હિરેનભાઇ બોલ્યા.

ક્લાઈન્ટ હતો મિસ્ટર.જયેશ વેલ નોન પર્સન ઓફ રાજકોટ ઇન કનસટ્રકસન લાઇન. એમનુ કામ જ હતું હાઇફય બગલોસ એંડ પ્રોપર્ટીસ ડિવેલોપ કરવાનો.

આદિ અને ગૌરવ બંને ઓફિસમાં એન્ટર થયા, જયેશ બંને ને આવતા જોવે છે, અને ગૌરવ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતાં બોલ્યો ‘ હેલો જયેશ ભાઇ, ગૌરવ, કેમ છો?’

‘હેલો ગૌરવ’ ગૌરવ સાથે હેન્ડશેક કરે છે. આદિને જયેશ સાથે હાથ મિલવાની હિમત જ ન થય. 

ખબર નહીં કેમ મને આમ એક અજીબ ડર લાગતો હતો…

ગૌરવ એ ઘડિયાળોની ડિઝાઇન બતાવતો હતો પણ જયેશને કોઈ ખાસ પસંદ પડતી ના હતી.

‘ગૌરવ, મારે વ્હાઇટ બેગ્રાઉન્ડ સાથે મેચ થાય તેવું કઈક જોવ છું’ જયેશ બોલ્યો.

ગૌરવ જયેશની રિકવાયરમેન્ટ પ્રમાણે જ બતવતો હતો પણ જયેશ ભાઇ… ‘ ના… નથી મજા આવતી બોસ આ ડિઝાઇન માં, શો મી સમથિંગ ડિફરન્ટ એંડ યુનિક’.

‘આ જોવો જયેશ ભાઇ, આ ડિઝાઇન આજ કલ ટ્રેન્ડમાં છે અને આપળે ૨-૩ જગ્યાએ આપેલ છે’ ગૌરવ બોલ્યો તો ખરી પણ આ જ વસ્તુ ઊંધી સામે આવી.

‘શું..તું મને એવી ડિઝાઇન બતાવે છે જે ઓલરેડી બીજે લાગેલ છે તો પછી મારા બંગલોમાં નવું શું રહશે… ક્યારનો તો કહું છું કે મારે કોઈ આમ હટકે… નવી ડિઝાઇન જોઈ છે એવી નહીં જે બીજે લાગેલ હોય…

મોઢું બગાળીને જયેશે બ્રોશર ટેબલ પર મૂક્યું પણ મૂકવા નો ભાવ ગુસ્સા વાળો લાગતો હતો.

‘લુક ગૌરવ, આપળે નહીં મેલ આવે, તમે સમજી જ નથી શકતા કે હું શું માગું છું અને તમે મને શું બતાવો છો… સો થેન્ક યુ.

જયેશના મોઢા પરથી ગૌરવ અને આદિ સમજી જાય છે કે આ હવે વગર કઈ કહીએ અહિયાં થી નીકળો અવુ કહે છે અને બંને ત્યાંથી નિકળી ગયા.  

આદિને થોડું અલગ લાગ્યું કેમ કે આજ સુધી આવી રીતે કોઈ એ કોઈ જગ્યાએ થી કાઢયા ના હતા પણ આજ એવું અનુભવાણું… ગૌરવ બહાર નિકળીને હસવા લાગ્યો અને તેના બાઇક પર બેશયો.

‘શું કયે આદિભાઇ કેવો રહ્યો તમારો પેહલો સેલ્સ કોલ…’ ગૌરવ હસતાં હસતાં બોલ્યો.

અ…મતલબ થોડું વિચિત્ર તો ગયું…આવી રીતે નિકળી જવા માટે ની વગર કહીએ કહી દીધૂ….’ આદિ બોલ્યો.

‘ જો ભાઇ જોક્સ અ પાર્ટ પણ આમ બીવાનું નહીં હો… હિમત અને હોસલો સાથે જ રાખવાનો કેમ કે આવ લોકો મળતા રહશે જેમ જેમ આગળ વધિસ આ લાઇનમાં એમ એમ…આટલે બીવા બીવાનું નહીં આ નહીં તો બીજો… તું નહીં તો તારો ભાઇ બીજો.. ‘ ગૌરવ આદિને સ્માઇલ સાથે કહ્યું.

આદિ જજુ કઈ બોલતો નથી પણ હકારમાં માથું હલાવ્યું અને બંને બાઇક પર બેસી ઓફિસ તરફ ગયા.

– કેવિન વેકરીયા  

[16/8/26 – રવિવાર]

#AtrangiSaptrangiZindagiMari 

#અતરંગીસપ્તરંગીજીંદગીમારી


Discover more from Varta ni Diary

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment