‘અતરંગી સપ્તરંગી જીંદગી મારી’ – કૉલમના પાત્રો
મુખ્ય પાત્રો
૧. આદિત્ય ‘આદિ’ પાઠક (મુખ્ય પાત્ર) – (વાર્તા -૧ થી અત્યાર સુધી)
આદિત્ય ૨૩ વર્ષનો એમબીએ માર્કેટિંગનો સ્ટુડન્ટ છે અને રાજકોટમાં સૌરાસ્ટ્ર પીજીમાં રહે છે, તે તેની લાઈફમાં કેરિયરને લઈને કનફયુઝ્ડ છે અને લાઈફમાં આગળ વધવા માટે પ્રયાશ કરતો રહે છે.
૨. રજત ‘રજ્જો’ – (વાર્તા -૩ થી અત્યાર સુધી)
રજત આદિનો મિત્ર છે અને રૂમમેટ પણ, તે બાય પ્રોફેશન સી.એ છે. તે પોતાનો બિસનેસ કરવા ઈચ્છે છે. અક્ષિતા સાથે રિલેસનશીપ માં છે.
૩. ચિંતન ‘ચિંતનયો’ – (વાર્તા – ૧૩ થી અત્યાર સુધી)
ચિંતન બીસીએ સ્ટુડન્ટ છે પણ ખાલી એક્જામ પૂરતો જ એ કોલેજ જાય છે, બાકીએ રિયલએસ્ટટ કંપનીમાં અકાઉંટ ડિપાર્ટમેંટમાં કામ કરે છે. બાય નેચર જલ્દીથી પૈસા બનાવાનો શોખ છે અને તેના માટે તે અલગ અલગ જગ્યાએ પૈસાની હેરફેર કરતો રહતો હોય છે.
સાઈડ પાત્રો
૧. પરેશભાઇ પાઠક – આદિત્યના પિતા, મીતાબેન માં પતિ, નવજીવન દાદાના દીકરા, ‘નવજીવન બુક’ સ્ટોરના માલિક.
૨. નવજીવન દાદા – આદિનાં દાદા, પરેશભાઇ ના પિતા, જશોદા બા ના પતિ, રીટાયર વ્યક્તિ.
૩. જગદીશ ભાઇ – ‘ગોલ્ડન ટાઇલ્સ’ શોરૂમ ના માલિક, નવજીવન બુક સ્ટોરની લાઇનમાં જ તેમની શોપ છે, પરેશભાઇના મિત્ર. સ્વભાવે મજાકીય અને ફાકીના વ્યશની.
૪. દિયા પાઠક – આદિની બહેન, જે ભણવા માટે ઓસટ્રેલિયા ગયેલ છે.
૫. વિનોદ રાય MBBS – જનરલ ફિઝિશિયન ડોક્ટર સૌરાસ્ટ્ર પીજી નજીક એમની ક્લિનીક છે અને પીજીના વધારે પડતાં છોકરવો સામાન્ય પ્રોબ્લમ માટે આમની પાસે જ જતા.
૬. કાર્તિક, સાગર, ધ્વનિ, વેદાંત – આદિત્યના કોલેજના મિત્રો.