"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૧૩ – ચિંતનની એન્ટ્રી

દર્શનકુમારની કેબિનમાં.

‘કેવી રહી મિટિંગ?’ દર્શને પૂછ્યું.

‘અ…થયું એવું કે… મતલબ મળ્યા, હિરેન સાહેબે મિટિંગ કરવી, હવે તે ક્લાઈંટને વ્હાઇટ બેકગ્રાઉંડ સાથે મેચ થાય, તેને ડિઝાઇન બતાવી પણ તેને કોઈ ખાસ પાસદ ન હતી આવતી, ઉપર થી હજી બીજી ડિઝાઇન બતવાની પણ બાકી હતી એ પેહલા જ 5-7 જોઇને નક્કી કરી નાખ્યું કે નથી મજા આવતી… મે બેસ્ટ માં બેસ્ટ જે આપળે આપેલ છે પણ…’ ગૌરવ આટલું બોલતા અટક્યો.

દર્શને ઊંડો શ્વાસ ભરીને છોડ્યો. ‘ઠીક છે આદિત્યને ટ્રેનિંગ કન્ટીન્યુ કરાવ’.

ગૌરવ માથું હલાવીને ઓક કહ્યું અને બંને ત્યાંથી નિકડી ગયા.

સાંજે આદિત્ય પીજી પર પહોંચયો. આમ તો રોજ આગરીયો બંધ હોય રૂમનો પણ આજે ખુલ્લો હતો. એટલે આદિને થયું ‘ રજત તો અત્યારમાં ના આવે તો કોન… કદાચ ચિંતનયો…’ આ વિચારતા તે દરવાજો ખોલ્યો ત્યાં ખરેખર ચિંતન ઉર્ફ ચિંતનયો હતો.

તેના બેડ પર ઉથલ પાથલ કરી નાખ્યું હતું. બેગ માંથી બઘા કપડાં કાઢી ઢગલો કરી નાખ્યો હતો… ઈવન કે આદિ અને રજતના બેડ પર પણ બગાડી નાખ્યો હતો.

‘શું છે ચિંતનયા… આવી ગયો ભાઇ’ આદિ બોલ્યો.

‘હાઇટ… આદિળા…’ બંનેએ હાથ મિલાવ્યો.

‘શું કે… આચનક એન્ટ્રી કરી…’ આદિએ પૂછ્યું.

‘અરે… હું ગઈ કાલે  જ આવી જાત પણ ન મેળ આવ્યો એટલે પછી આજે બપોરે નિકડયો.’ ચિંતન બોલ્યો.

‘સરસ સરર લે…’ આદિ તેનું બેગ બેડ પર મુક્તા મુક્તા બોલ્યો.

‘પણ તું અત્યારે આ ફોરમલ વેહ માં કઈ બાજુથી’ ચિંતનએ પૂછ્યું.

‘અરે તારો ભાઇ લાગી ગયોને કામ ધંધે…’ આદિ બોલ્યો. પછી આદિ વિસ્તારથી બધી વાત ચિંતનને કરી.

‘વાહ પાર્ટી વાહ… મતલબ હું અહિયાં હતો ત્યારે તું સ્ટુડન્ટ હતો  પણ આવ્યો ત્યારે  ઇન્ટર્ન બની ગયો.. વાહ…’ ચિંતન બોલ્યો. 

જમવાનો સમય થતાં રજત, જે. કે, ચિંતન, આદિ બધા ડાઈનિંગ એરિયામાં ડિનર માટે ગયા અને રોજ ની જેમ વોકિંગ….

ગોવિંદ ભાઇની ટી સ્ટોલ પીજીની શેરી પૂરી થતા જ આવતી અને ચિંતનને સીગરેટ પીવાની ટેવ.

‘ શું કે ચિંતન ઘણા ટાઈમે વાલા’ ગોવિંદભાઇ ચિંતનને જોઈ બોલ્યો.   

‘અરે ગોવિંદ ભાઇ બસ ઘરે ગયો હતો.. આજે આવી ગયો પાછો’ ચિંતન ગોવિંદના હાથમાંથી સીગરેટ લેતા લેતા બોલ્યો.

‘બરોબર છે.. તબિયત પાણી સારાને??’ ગોવિંદે પૂછ્યું.

‘અરે તબિયતતો ઘોડા જેવી છે ગોવિંદ ભાઇ’ ચિતન બોલ્યો.

‘તો વાંધો નહીં’ ગોવિંદ બોલ્યો.

પછી બધા ટેબલ પર બેઠા.

‘શું કયે રજ્જો… યાર હવે તો તું અને આદિળો બંને કામ ધંધા વાળા થઇ ગયા એમને…’ ચિંતન સીગરેટનો કસ લેતા બોલ્યો.

‘ હુમમ.. હવે તુય ક્યાંક લાગી જા… તારી સાઈડ ઇનકમ થઇ જાય’

‘ અરે હમણાં ધારુ તો લાગી જાવ પણ આ 20-25 હજારમાં આપળું કઈ ના થાય…’

‘ઑ ભાઇ… ચાલુ કર ત્યારે તો ૨૦ શું ૧૫ માં પણ લાગવું પળે અને ધીરે ધીરે ઇનકમ વધે’ રજત બોલ્યો.

‘એ જ તો ધીરે ધીરે નહીં ફુલ ગતિથી આગળ વધવું છે આપળે’ ચિંતન બોલ્યો.

રજત હળવું હસ્યો અને બોલ્યો ‘ હા ભાઇ તારા વિચાર તો અમને ખબર જ છે… એવું કઈક સ્પીડથી કરો…’

ત્યાં જે. કે. બોલ્યો ‘ ચિંતનભાઇ આપકે પાસસે બહુત કુછ શીખને જેસા હે, આપકે વિચાર બહુત ઊચે હે’.

અરે જે. કે. તું દેખતા જા એ ચિંતન આને વાલે કુછ સાલ બાદ કહા સે કહા નિકાલ જાયેગા’ આટલું બોલી ચિંતનએ સીગરેટને સાઈડમાં ફેકી.

ચારેય વોકિંગ કરવા માટે આગળ નિકડ્યાં.

બીજા દિવસે સવારે પીજીમાં શોર સરબો ચાલુ થઇ ગયો હતો. રોજની જેમ નાહવા માટે લપ થતી હતી. આદિ, ચિંતન અને રજત આ ત્રણય એક રુમ નં. ૨૦૩ માં રેહતા હતા, તેના પડોસી રૂમમેટ જયેશ અને રોહન રૂમ નં. ૨૦૪ માં હતા અને આ બંને રૂમ વચ્ચે એક કોમન બાથરૂમ હતું.

‘કેટલીવાર છે હજી ત્યારે ચિંતનયા. ગુસ્સામાં બાથરુમનો  દરવાજાને ખટખટાવતા જયેશ બોલ્યો. ફરી બોલતા કહ્યું ‘એ સાંભળે છે કે નહીં… ચિંતનયા’  

ત્યાં અંદરથી ચિંતનનો જવાબ આવ્યો. ‘આવું છું ભાઇ બહાર ૨ મિનિટ’.

‘ક્યારનો ૨ મિનિટ ૨ મિનિટ કરે છે જો ચિંતનયા અત્યારે ને અત્યારે બહાર નથી નીકળો ને તો… તો.. દરવાજો તોડી નાખી હો હું.’ જયેશે ગુસ્સામાં કહ્યું.

એટલામાં દરવાજો ખૂલ્યો અને પોતિયું વીટેલ, વાળને હાથથી જાટકતો ચિંતન  બહાર આવ્યો.

અરે જયલા… આટલી શાની ઉતાવડ છે તારે??? અને જો ઘડિયાળમાં ૮.૩૦ થયા છે હવે તારો ટાઈમ ચાલુ થયો અને તું ક્યારનો ખખડાવે છે. ચિંતને જયેશને કહ્યું.

જયેશે જવાબ આપતા કહ્યું. ઑ ભાઇ ૮.૩૦ નહીં ૮.૩૪ થઇ છે અને બીજી વાત, મે તને કાલે જ ફોન કરીને કહ્યું હતું કે મારે વહેલું જવું છે માટે તારા ટાઈમે મને નાહવા જવા દેજે અને તે હા પણ પાડી હતી.

અરે… હા યાર સોરી સોરી.. હું એ વાત સાવ ભૂલી જ ગયો, અગેન સોરી જયલા. ચિંતનએ કહ્યું.

શું સોરી તારા લીધે મારે તો મોડું થઇ જશેને. જયેશ બોલ્યો.

ચલને ભાઈ હવે રોવાનું બંધ કર  અને બીજું કોઈ ઘૂસી જાય તે પેહલા ભાગ બાથરૂમમાં. આટલામાં સામેથી દિપક આવીને બાથરૂમમાં ઘૂસી ગયો.

દિપા મારે નાહવા જવું છે. જયેશ ફરી ખટખટાવતા બોલ્યો. દિપક અંદરથી બોલ્યો ‘ફૂલ પ્રેસર આવ્યું છે ૫ મિનિટ જયલા’.

‘આવે જ ને પ્રેસર મામાવ આઠ આઠ આલુ પરોઠા ઉલરી જાવ પછી અવું જ થાય’ જયેશ બાથરૂમના દરવાજ પર હાથ પછાડ્તા બોલ્યો.

– કેવિન વેકરીયા  

#AtrangiSaptrangiZindagiMari 

#અતરંગીસપ્તરંગીજીંદગીમારી


Discover more from Varta ni Diary

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment