નમસ્કાર મિત્રો,
મારુ નામ છે કેવિન વેકરીયા.‘વાર્તાની ડાયરી’ એ માત્ર એક વેબસાઈટ નથી, પણ એવા લોકોની મનની વાત છે જે અત્યારે પોતાની જીંદગીના સૌથી યાદગાર અને ગૂંચવણભર્યા દાયકા એટલે કે ’20s’ માંથી પસાર થઈ રહ્યો છે.
આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી સાહિત્યમાં આજના જમાનાની ‘Slice of Life’ વાર્તાઓને સ્થાન આપવાનો છે. અહીં તમને એવી વાર્તાઓ, કિસ્સાઓ અને પાત્રો મળશે જે કદાચ તમને તમારા પોતાના જ જેવા લાગશે.
“અતરંગી સપ્તરંગી જીંદગી મારી” એ વિકલી કૉલમ છે જે આદિત્યની જર્ની બતાવે છે, આદિ રાજકોટમાં MBA માર્કેટિંગ ના છેલ્લા સેમેસ્ટરમાં છે અને હવે કોલેજ માંથી નિકળી રિયલ વર્લ્ડ માં પ્રવેશવા જઇ રહ્યો છે. આ વાર્તા આદિની લાઈફને અને સાથે સાથે તેની આજુ બાજુના પાત્રોની લાઈફને પણ એક્સપ્લોર કરે છે.
વાંચો દર રવિવારે નવી વાર્તા 7:30 @m “અતરંગી સપ્તરંગી જીંદગી મારી”