"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૧૧ – આદિની ચાલુ છે સેલ્સ ટ્રેનિંગ

તો થઈ ગઈ છે નવી સવાર. રોજ કરતાં થોડો જલ્દી ઊઠીને આદિ ઇન્ટરનેટ પર સેલ્સ વિષે આર્ટીકલ વાંચતો હતો. ‘આજે તો દર્શન સર મળશે જ અને કોઈ નવીન સવાલ કરે તો એના માટે જે કઈ બની શકે તેટલી તૈયારી કરી લવ’. આદિત્ય મનમાં વિચારતો હતો.

ખેર, પીજીથી તેનું બાઇક લઈને સમય શિલ્પની ઓફિસ તરફ જવા નિકડયો. આજે પણ આદિ ગૌરવના આવ્યા પેહલા પોહચી ગયો હતો અને ઓફિસમાં તેના ડેસ્ક પર જઈને પ્રોડક્ટ વિષે સમજ તો હતો.

‘ગુડ મોર્નિંગ આદિત્ય પાઠક’ દર્શન કુમારે ફોરમલ અટાયરમાં એન્ટ્રી મારતા આદિને કહ્યું.

‘ગુડ મોર્નિંગ… ગુડ મોર્નિંગ..સર. આદિ તેની ડેસ્ક પરથી ઊભો થઇને બોલ્યો.    

‘મળીએ થોડી વારમાં’ આટલું કહી દર્શન કુમાર તેની કેબિનમાં ગયા અને લેપટોપ ઓપન કરી તેનું કઈક કામ કરવા લાગ્યા.

આમતો મને થોડી એક્સાઈટમેન્ટ હતી અને સાથે સાથે થોડી ગભરામણ પણ થતી હતી, પેહલી વાર આ રીતે ઓફિસ, બોસ, પ્રેક્ટિકલ કામ કઈ રીતે બધુ થશે…

થોડી વાર થઇ ત્યાં દર્શને આદિત્યને બોલાવ્યો. આદિ કેબિનમાં એન્ટર થયો. પગમાં ફોરમલ સુઝ, ફોરમલ જોડી પહેરેલ હતી. આદિ ચેર પર બેઠો.

‘સો, આદિત્ય કેવો રહ્યો કાલનો તારો પેહલો દિવસ’ દર્શને સ્માઇલ સાથે પૂછ્યું.

‘સારો રહ્યો સર, અ.. ગૌરવભાઇ એ ઓવરવ્યૂ આપ્યો, અને બ્રોશર આપ્યું છે એ જોવ છું બધુ’ આદીએ દર્શને જવાબ આપતા કહ્યું.

‘ઓક, શું સમજાણું તને આપડી કંપની વિષે? શું કરીએ છીએ, કેમ કરી છીએ.. જે કઈ પણ જેવુ સમજાણું હોય એવું કહી શકે છે તું’ દર્શન બોલ્યો.

‘અ…આપળે ઇનટેરીઅર રરિલેટેડ કામ છે સ્પેશયલી લગઝરી ઘડિયાળો જે મોટા બંગલાઓ માં, કોર્પોરેટ ઓફિસોમાં બધે લગતી હોઇ છે તે’ આદિએ થોડું અચકાતા જવાબ આપ્યો અને દર્શને તે નોટિસ કર્યું અને કહ્યું ‘ ઓક આદિત્ય, મને એવું લાગે છે કે તું… આમ થોડું ગભરાયને બોલે છે.. જો હું બિલકુલ માનું છું કે એક દિવસમાં કઈ ના આવડી જાય અને તેને હું અત્યારે કોઈ એક્જામની જેમ સવાલ નથી પૂછવા માગતો માટે જ મે કહ્યુંને કે જેટલું સમજાણું હોઇ એ કે અને ઇન કેશ કોઈ ટપો  ના પડ્યો હોય તો પણ કે, એમા પણ કોઈ પ્રોબ્લેમ નથી એ તો ના પણ સમજાય ઠીક છે અને હા.. મોટા મોટી  તું જે બોલ્યો તે ઓક છે પણ થોડું ઘણું અલગ છે એ ધીરે ધીરે ક્લિયર થતું જશે’ દર્શને આદિને કહ્યું.

આદિ પણ દર્શનની વાતમાં માથું હળવી જવાબ આપતો હતો.

તો મેઇન વાત એ કે બીક જે  કઈ હોયએ કાઢી નાખ ઠીક છે બાકી જેમ જેમ પ્રેક્ટિકલી કામ કરીશ તેમ બધુ થતું જશે’ દર્શન બોલ્યો.

પછી દર્શન આદિને તેના લેપટોપમાં વિડીયો, ફોટો વગેરે બતાવે છે, કઈ રીતે ક્લાઈન્ટ સાથે કામ કરવાનું હોય વગેરે વગેરે…

બપોરના ૧૨;૩૦ એ લંચ બ્રેક પડ્યો. આદિ ગૌરવ અને બીજા કલીગ સાથે લંચ કરે છે અને જમીને ગૌરવ અને આદિ બંને ઑફિસની નજીક પાનના ગલ્લે ગયા. ગૌરવ સીગરેટને લાઇટરથી સળગાવી પેહલો કશ બહાર ફુંકતા બોલ્યો ‘તારે ચાલશે કઈ સીગરેટ વિગરેટ…’

‘ના.. ના.. હું કઈ નથી લેતો’ આદિએ સ્માઇલ સાથે જવાબ આપ્યો.

‘મને લાગ્યું જ, તારા ફેસ ઉપરથી નથી લાગતું કે તું આ સીગરેટ દારૂ વારુ માં હઈશ’.

આદિએ સ્માઇલ પાસ કરી.

‘ હું ભૂલી ગયો તું રયે છે કયા?’ ગૌરવએ પૂછ્યું.

‘સૌરાષ્ટ્ર પીજી, ઇન્દિરા સર્કલ બાજુ આવે… ગલીમાં છે નાનું એવું બિલ્ડિંગ’.

‘સમજી ગયો… અને તારા પપ્પા શું કામ કરે છે?’ ગૌરવએ સીગરેટનો ધૂમાળો ફુંકતા બોલ્યો’.

‘બુક સ્ટોર છે અમારે… ઉપલેટામાં જ એ ચલાવે છે’ આદિએ કહ્યું’.

‘સરસ સરસ તો તો તું ભાઇ બિઝનેસ બેકગ્રાઉન્ડ વાળો થયોને.. તું આ સેલ્સની લાઇનમાં ચાલીસ મને એવું લાગે છે’.

બંને વાતો ચિતો કરતાં કરતાં ઓફિસે પાછા આવ્યા.

દર્શન કુમાર ગૌરવને તેની કેબિનમાં બોલાવ્યો અને કહ્યું ‘જો આપળે હિરેન સાહેબે એક ક્લાઈન્ટ સાથે મિટિંગ ફીક કરી છે આજે ૪ વાગે તો તું જય આવ અને શું રિકવાઇરમેન્ટ છે કઈ રીતે વસ્તુ જોઈએ છે જોઈ લે… અને સાથે એવું હોય તો આદિત્યને પણ લઈ જા ભલે આવતો એ’ દર્શન કુમારએ કહ્યું.

– કેવિન વેકરીયા

#AtrangiSaptrangiZindagiMari  


Discover more from Varta ni Diary

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment