"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૧૦ – ઇન્ટર્નશીપનો પહલો દિવસ

આદિ ૯:૩૦ એ સમય શિલ્પની ઓફિસે પોહચી ગયો હતો. દર્શન કુમાર ૧૦ વાગ્યા પછી આવતા. એચ આરની ઓફિસમાં જઈને બેઠો હતો.

થોડી વારમાં એચ આર પણ આવ્યા અને આદિ સામે જોઈ મોઢું હલાવ્યુ.

‘ગુડ મોર્નિંગ સર, આદિત્ય પાઠક’. આદિએ ઈન્ટ્રો આપતા કહ્યું.

એચ. આર એ પણ હેન્ડશેક કરતાં બોલ્યો. ગુડ મોર્નિંગ આદિત્ય, માયસેલ્ફ આનંદ, બેસો બેસો. આનંદે આદિને બેસવા માટે કહ્યું.

 ‘તો, હાલમાં સ્ટડી ચાલતું હશેને તમારું કે પતિ ગયું છે?’ આનંદે પૂછ્યું.

‘જી સર ચાલે છે લાસ્ટ સેમેસ્ટરમાં છું એમબીએ માર્કેટિંગના’

‘ગુડ.. ગુડ’ આનંદે કહ્યું. આટલામાં ઓફિસના ગ્લાસ માંથી ગૌરને સીડી તરફ જતા જોયો.

એચ. આર બોલ્યો ‘ આદિત્ય મારી સાથે ચાલો. આટલું કહી એચ આર આનદ આદિને ગૌરવ પાસે લય ગયો.

‘ગૌરવ સાઈબ એક મિનિટ ઊભા તો રયો’ એચ. આર બોલ્યો. ગૌરવ પણ સીડીના પગથિયાં ચડતા ચડતા અટકયો અને ફરીને જાયું.

‘ હા… આનદ સાહેબ… એચ. આર સાહેબ.. કેમ છો સાહેબ..’ ગૌરવ ઉત્સાહથી બોલ્યો.

‘આનદ આનદમાં જ હોઈને ગૌરવ સાહેબ’ આનદ બોલ્યો. આગળ બોલતા કહ્યું ‘ તો આદિત્ય ભાઇ મળો આપળી કંપનીના તજજ્ઞ, બાહોસ સેલ્સ એક્સિક્યુટિવને મિસ્ટર ગૌરવ અને મિસ્ટર ગૌરવ મીટ મિસ્ટર આદિત્ય’. બંને હેન્ડશેક કર્યું.

‘તો ગૌરવ આદિત્ય ભાઇ આપળી કંપનીના નવા ઈનટર્ન છે.. ઓફિસ માં લઈ જા, કંપની ના બ્રોશર વગેરે આપ ત્યાં દર્શન સર આવી જશે’ એચ. આરએ કહ્યું.

 ‘જી સાહેબ’ ગૌરવએ ફરી ઉત્સાહથી કહ્યું અને બંને માર્કેટિંગનો ઓફિસ તરફ ગયા.

ઓફિસમાં ગૌરવે આદિને એક ડેસ્ક આપ્યું અને કંપનીના બ્રોશર્સ, અને ડિટેલ્સ વાંચવા આપી.

‘અત્યારે થોડું ઓવરવ્યૂ લ્યો પ્રોડક્ટનો, કંપનીનો મારે એક કામ છે એ પતાવી ને તમને પછી હું સમજવું છું બધુ ડીટેલમાં’ અટલું કહી ગૌરવ  તેના ડેસ્ક પર ગયો.

આદિ બ્રોશરમાં જોવે છે બધુ. માર્કેટિંગ ડિપાર્ટમેટમાં આદિને ગૌરવ સિવાય કોઈ  બીજું દેખાતું  ના હતું. બેક ઓફિસ વર્કમાં, અને બીજા ડિપાર્ટમેંટમાં લોકો હતા.

થોડી વારમાં ગૌરવ તેનું કામ પતાવીને આદિ પાસે આવ્યો ‘ ચાલો હવે તમારી ટ્રેનિંગ ચાલુ કરીએ’. ગૌરવ આદિને કંપની વિષે, પ્રોડક્ટ વિષે બધુ સમજવાનું ચાલુ કર્યું.

વળી દર્શન કુમારની ગૌરવને મેસેજ આવ્યો કે કોઈ એક મિટિંગના લીધે એ ઓફિસ નથી આવાના આજે માટે ગૌરવ એની રીતે બધુ સમજાવ્યુ અને પહેલો દિવસ પૂરો થયો.

રાતના સમયે સૌરાસ્ટ્ર પીજીની અગાશી પર હસી મજાક ચાલતી હતી. જે. કે. બોલ્યો.’ દેખો બળેભાઇ મે તો બોલતા હું કી અપન સબ વોકિંગ પર ચાલતે હૈં’.

‘કયા વૉકીગ પર જાના હે જે. કે.જી યહા બેઠે હૈં આપના આરામસે કલ જાયેંગે’ રજત ફોનમાં કઈક જોતાં જોતાં બોલ્યો.

‘અરે કયા.. કયા બેઠે હે રજત ભાઇ અભિ અભિ જો ખાય હે ઉસકો પાચાના તો બનતા હેના’ જે. કે બોલ્યો.

‘ઠીક બોલ રહે હો જે. કે. ભાઇ ચાલો ચલતે હે’. આદિ પાળી પરથી ઊભો થતાં થતાં ઉત્સાહ સાથે બોલ્યો.

‘હા યે હૂ ઈ ના બાત આદિ ભાઇ’ જે. કે બોલ્યો.

‘હાલને ભાઇ તું ય હવે લપ કરતો પછી વાત કર જે ભાભી સાથે’ રજતને ફોન મચડતા જોઈને આદિ બોલ્યો.

 ‘ઑ ભાઇ ભાભી નથી, એક ક્લાઈન્ટના મેઈલનો જવાબ આપું છું’ રજતે કહ્યું. પછી એ પણ પાળી પરથી ઊભો થયો અને આગળ બોલ્યો ‘ ચાલો જઇ આવીએ વૉકીગ પર આજ તો’.

વાહ રજત ભાઇ વાહ… ચાલો ચલો…

તો જોતા જોતાં પેહલો દિવસ તો પૂરો થાય ગયો પણ આજે દર્શન કુમાર ના હતા મળ્યા તો આવતી કાલે એ શું કહે છે, શું નવો અનુભવ કરાવે છે અના માટે હું થોડો ઉત્સુક તો છું…


Discover more from Varta ni Diary

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment