આદિત્ય સાંજે ૬;૩૦ એ વિકાસ સરની ઓફિસે પહોંચયો. વિકાસની કોઈ ક્લાઈન્ટ સાથે મિટિંગ ચાલતી હતી માટે રિસેપ્શન માંથી આદિને ૫-૧૦ મિનિટ બેસવા માટે કહ્યું.
આદિને બેઠા બેઠા પણ વિચારો આવતા તા કે ‘ હવે કોઈ એક ને તો ના કહવી જ જોશે બંને તો થઇ નહીં શકે… સમજાતું નથી શું કરવુ…’
થોડી વારમાં વિકાસની મિટિંગ પૂરી થઇ અને આદિને તેની કૅબિનમાં જવા માટે કેહવામાં આવ્યું.
‘વેલકમ.. વેલકમ આદિત્ય, કેમ છે ભાઇ’ વિકાસ આદિને આવકારો આપતા બોલ્યો.
‘ હેલ્લૉ સર, એકદમ મજામા’ આદિએ પણ સ્માઇલ સાથે જવાબ આપતા કહ્યું.
‘બેસ બેસ’ વિકસે કહ્યું.
આદિ ચેર પર બેશયો.
‘શું કયે સંદીપભાઇ આનંદમાં ને???’ વિકસે પૂછ્યું.
‘હા એકદમ મજામા હો…’ આદિએ કહ્યું.
‘તમે બંને રૂમપાર્ટનર છો કે???’ વિકસે પૂછ્યું.
‘ના, રૂમપાર્ટનર તો નથી પણ એક પીજીમાં જ રહીએ છીએ સૌરાસ્ટ્ર પીજીમાં, એ થર્ડ ફ્લોરે પર રહે છે હું બીજા ફ્લોરે પર છું’ આદિ બોલ્યો.
‘ગુડ…ગુડ….અ… રિઝયૂમ લાવ્યો છે તારું?’ વિકાસે આદિને કહ્યું.
આદિએ બેગ માંથી રિઝયૂમ આપ્યું.
‘ઓક આદિ તો હજી એમબીએ ચાલુ છે બરોબર ને ફાઇનલ એક્જામ બાકી છે ને રાઇટ? વિકાશ બોલ્યો.
‘જી સર’ આદિએ કહ્યું.
પછી આદિને રીઝયુમને આધારે પ્રોજેક્ટ્સ વિષે, માર્કેટિંગ… વગેરે વિષે સવાલ જવાબ કર્યા.
‘ઠીક છે આદિ તો મારા હિસાબથી તું પર્ફેક્ટ ફિટ છો આપળી કંપની માટે, ફ્રેશર તરીકે સારું નોલેજ છે અને ધીરે ધીરે પ્રેક્ટિકલ કામ કરીશ એટલે શીખી જઈશ… તો શું એક્સપેકટ કરે છે તું સેલેરી? વિકસે પૂછ્યું.
આદિએ થોડો પોઝ લીધો પછી બોલ્યો ’ સર વાત એમ છે કે… મે આની પેહલા એક ઇન્ટર્નશીપ માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમ હું સિલેક્ટ થઈ ગયો હતો… સોરી તમારો ફોન આવ્યો અને હું શું કહું શું ના કહું સમજાણું નહીં… સંદીપ ભાઇના મિત્ર છો, સંદીપ ભાઇએ પણ મારી હેલ્પ કરી તમારો કોન્ટેક્ટ કરવામાં આટલે મને થયું કેમ ના કેહવી… આદિએ કહ્યું.
‘એક મિનિટ તે કહ્યું ઇન્ટર્નશીપ માટે ઓફર મળી તને રાઇટ, કયાંથી?’ વિકસે પૂછ્યું.
‘સમય શિલ્પ કરીને કંપની છે ત્યાંથી’ આદિ બોલ્યો.
‘ઓક, ફાઇન મતલબ લાસ્ટ ડીસીઝન તારો જ હોય પણ એક વસ્તુ કહીશ કે તું ઇન્ટર્નશીપને વધારે પ્રીફર કરે છે જોબ કરતાં પૂછી શકું કેમ?’
‘અ… સર એવું નથી કે ઇન્ટર્નશીપ પ્રાયોરિટી માં પેહલા છે અને જોબ નહીં પણ મને એમ થયું કે એક સારો ચાન્સ છે અને… હા મતલબ ખાલી ઇન્ટર્નશીપ નથી પણ ઇન્ટર્નશીપના એન્ડ માં કામ પસંદ આવશે તો જોબ પણ ઓફર કરશે એમ કહ્યું છે’ આદિ બોલ્યો.
‘એ તો ઇન્ટર્નશીપ પત્યા પછી ઓફર કરશે અને એ પણ કરશે તો કરશે ને… જો આદિ તું નોલેજ વાળો છે અને તારામાં શીખવાની આતુરતા પણ મને લાગે છે અને આ જ કારણથી તને ત્યાંથી પણ અને અહિયાં પણ સિલેક્સન થયું છે રાઇટ… હવે તારે જોવાનું છે કે લોંગ ટર્મ ફાયદો કયા છે એ બે મહિના ની ઇન્ટર્નશીપમાં કે આ માર્કેટિંગની જોબમાં? વિકાસ બોલ્યો.
આદિ હવે અંદરથી ક્લિયર હતો કે કરવી છે તો ઇન્ટર્નશીપ જ પછી ભલે જે થાય તે.
‘મારી ઇન્ટર્નશીપ કરવાની ઈચ્છા છે સૉ…’ આદિ આટલું કહી અટકયો.
‘ બિલકુલ મે કીધી તેમ લાસ્ટ ડીસીઝન તારો જ હોય અને એ ઓપ્શન પણ સારો જ છે કોઈ વાંધો નથી’ વિકાસ સ્માઇલ કરીને બોલ્યો.
‘ સોરી સર…’ આદિ બોલ્યો.
‘નોટ એટ ઓલ આદિત્ય… ઓલ ધ બેસ્ટ ફ્યુચર માટે’ વિકાસએ હેન્ડશેક કરી કહ્યું.
આદિ એજ સાંજે પીજીની અગાશી પર બેસીને શાંતિથી આકાશ તરફ જોઈને મંદ મંદ હસતો હતો, કદાચ આ ઇન્ટર્નશીપ કરવી, ના કરવી, વિકાશ સરની જોબ વગેરે.. બધુ ફાઇનલી હવે દર્શનકુમાર સાથે કામ ચાલુ કરશે અને હા હવે આ રસ્તે ચાલવાથી શું થશે એ ખબર નથી પણ કઈક વાત આગળ તો વધશે જ કોઈ નવો અનુભવ મળશે એ તો નક્કી છે.