"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૮  – વિકાશ સરનો ફોન

નેહા અગાસી પર આવી. આદિને ત્યાં બેઠેલો જોયો.

‘શું થયું છે આદિ’. નેહા બોલી.

આદિએ પાછળ વાળીને જોયું  તો નેહાદીદી હતા. ‘થાય શું, કાઇ નથી થ્યું’ આદિ સ્માઇલ સાથે બોલ્યો.

‘તો અહિયાં કેમ બેઠો છે એકલો? નેહાએ પૂછ્યું.

‘બસ આમ જ હવા… આ હવા ખાવા મને નીચે થોડી ગરમી થાતી તી તો કીધું આયા ચક્કર મારી આવું અને હું… આવતો જ તો નીચે… આદિ પાળી પરથી ઊભો થતાં થાતા બોલ્યો. ચાલો નીચે’. આદિએ કહ્યું.

‘બેસ’. નેહા એ આદિને ને ફરી પારી પર બેસાડયો અને પોતે પણ બાજુમાં બેઠી.

‘હવે કે શું થયું છે?’ નેહાએ પૂછ્યું.

‘કીધું ને કાઇ નથી થ્યું’ આદિએ જવાબ આપ્યો.

‘જો આદિ હું આવી છું ત્યારની જોવ છું તું ભલે સ્માઇલ કરે છે પણ તારું મૂળ ઓફ હોય તેવું લાગે છે… જે કઈ પણ હોય એ કે ને… દિયા ના લીધે કઈ??? નેહા આટલું બોલી ત્યાં તેને અટકાવતા આદિ બોલ્યો. ‘અરે… દીદી દિયા ના લીધે કઈ વાંધો નથી હું ખુશ છું તેના માટે’ આદિ બોલ્યો. પછી આદિએ વાત કરી.

‘મને એક ઇન્ટર્નશીપ માટે ઓફર મળી છે…મતલબ સિલેક્ટ પણ થઇ ગયો છું અને  આવતા મહિનાની પહેલી તારીખથી ચાલુ થાય છે… પણ ખબર નહીં કેમ મને એમ થાય છે કે કરું કે ના કરું…આદિએ અટકતા અટકતા કહ્યું.

‘કેમ શું પ્રોબ્લેમ છે ઇન્ટર્નશીપ કરવામાં?’ નેહાએ પૂછ્યું.

આદિએ બધી વાત કરી કે તેને કોલેજમાં જોબ નો માહોલ છે અને આ ટાઈમે ઇન્ટર્નશીપ…જોબ મળશે કે નહીં એ પણ નક્કી નથી વગેરે વગેરે…

‘અને મેઇન વાત કે થોડા દિવશ પેહલા એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમ હું સિલેક્ટ ના થયો અને પપ્પાનો ફોન આવ્યો હતો કે કેવું રહ્યું ઇન્ટરવ્યૂ… અને મે એમ કહી દીધું કે ૨-૪ દિવશમાં કેહશે…હવે હું આ ઇન્ટર્નશીપ કરીશ એવું કેમ કેહવું એ મને થોડું…. આદિ આટલું બોલતા અટકયો.

‘ઓક, મતલબ તે પપ્પાને ખોટું કહ્યું અને હવે  આ ઇન્ટર્નશીપ નું કહીશ તો શું કહશે વગેરે વગેરે… એમજ ને? જો આદિ કોઈ વાંધો નહીં હવે કહીદે કે ત્યાં ના થયું પણ આ ઇન્ટર્નશીપ માટે હું સિલેકટ થઇ ગયો છું તો એમા એ તને કઈ નહીં કહે, જો તું તો તારી સાઈડ થી ટ્રાય કરે છે ને, બેઠો તો નથી નવરો તો પછી શું… અને એવું થોડું જરૂરી છે કે કોલેજ પતે એટલે એક સારી એવી જોબ મળી જ જાય અને જો ઇન્ટર્નશીપથી શરૂઆત કરીએ તો આગળ જતા કઈ ન થાય… આ બધા જુનવાણી વિચારો છે તું… તને મારા પર ભરોશો છે ને? નેહાએ આદિને પૂછ્યું.

‘હા’ આદિએ જવાબ આપતા કહ્યું.

‘તો બસ કઈ લાંબુ ના વિચાર શાંતિ થી પપ્પાને કહીદે તારા આ બધા ખોટ વિચારો બંધ થઇ જશે અને મે કીધું તેમ પપ્પા તને કઈ નહીં કહે અને પપ્પા શું દાદા, બા, મમ્મી કોઈ પણ નહીં ઉલટાના ખુશ થશે કે તું કઈક નવું કરવા જઇ રહ્યો છે’ નેહાએ કહ્યું.

બીજા દિવસે સવારે નાસ્તાના ટાઈમે આદિને થયું કે અત્યારે બધા છે તો કહી દવ. બધા હાજર હતા અને આદિ બોલ્યો ‘ હું….હું એક ઇન્ટર્નશીપ માટે સિલેક્ટ થઇ ગયો છું રાજકોટ માં’.

‘હુમમ…સરસ આ તો સારી વાત છે’ પપ્પા બોલ્યા. પછી આગળ પૂછતાં બોલ્યા ‘ શું નામ છે કંપની નું?’

‘સમય શિલ્પ’ આદિ બોલ્યો.

‘બરોબર, શું કામ કાજ છે કંપનીનું’ પપ્પાએ પૂછ્યું.

‘ઇનટેરીર પ્રોડક્ટસ બનાવે છે ઘડિયાળ, શો પીશ વગેરે…’

‘અને તારે એનું માર્કેટિંગ કરવાનું’ દાદા ચાની ચૂસકી મારતા બોલ્યા.

‘હા’ આદિ સ્માઈલ સાથે બોલ્યા.

‘સરસ કર કર નવો અનુભવ થશે તને’ પપ્પાએ આદિનાં ખભે હાથ મુક્ત કહ્યું.

‘સરસ સરસ આદિ બેટા, તો તારી આ… ઈંનરી… મતલબ જી કઈ છે એ ક્યારથી ચાલુ થાવાની છે’ મમ્મીએ પૂછ્યું.

‘આવતા મહિનાની પેહલી તારીખથી’ આદિએ કહ્યું.

આદિને અંદરથી ખુશી થાય છે કે તેને વિચાર્યું તેવું કઈ ના થયું અને નેહા દીદીની વાત સાચી પળી.

ફાઇનલી દિયાને જવાનો દિવસ આવી ગયો હતો. અમદાવાદ એરપોર્ટ પર દિયાને મૂકવા મમ્મી, પપ્પા, આદિ અને નેહા દીદી આવ્યા હતા. દિયા બધાને હગ કરે છે, મમ્મી અને નેહા થતાં ઇમોશનલ થઇ ગયા હતા.

‘ધ્યાન રાખજે દિયા તારું’ મમ્મી થોડા ભીના અવાજે બોલ્યા.

‘હા..’ દિયા પણ રળવા લાગી હતી. નેહા અને આદિએ શાંત પાળી.

એટલામાં તેની ફ્લાઇટ નું અનાઉનશમેન્ટ થયું અને દિયા આવજો કેહતા કેહતા ત્યાંથી વહી જાય છે.   

આદિ પણ પાછો રાજકોટ આવી ગયો હતો ઇન્ટર્નશીપ ચાલુ થવામાં ૨ દિવસની વાર હતી.લગભગ ૧૧ વાગ્યા હતા અને આદિ કોલેજમાં હતો અને સંદીપભાઇના મિત્ર વિકાશ સરનો આદિને કોલ આવ્યો.

‘હેલ્લૉ આદિત્ય હું વિકાશ વાત કરું છું’ વિકાસ બોલ્યો.

‘હેલ્લૉ વિકાશ સર’ આદિએ કહ્યું.

‘હા… પેહલા તો… સોરી તે કોલ કર્યો હતો અને હું થોડો કામમાં હતો સો વાત ના થાય શકી પણ મને કીધૂ બધુ મેનેજરે, તું અને સંદીપ એક જ પીજીમાં રહો રાઇટ ને???

‘જી જી સર’ આદિ બોલ્યો

‘ગ્રેટ તો કયા છે તું રાજકોટમાં જ છે કે…? વિકસે પૂછ્યું.

‘હા રાજકોટમાં જ છું સર’ આદિએ એ જવાબ આપતા કહ્યું.

‘ઓક તો મળી શકે આજે સાંજે, વાત કરી લઈએ આપળે જોબ ની’ વિકાસે પૂછ્યું.

 આદિ જવાબ દેતા આચકાયો. ‘એક બાજુ ઇન્ટર્નશીપનું ડન કરી નાખ્યું છે અને હવે વિકાશ સર ને શું કેહવું’. આદિએ મનમાને મનમાં કહ્યું.  

‘હેલ્લૉ આદિત્ય અવાજ આવે છે મારો?’ વિકસે પૂછ્યું.

‘યશ યશ સર આવે છે અવાજ… ઓક હું આવી જાવ છું’ આદિએ કહ્યું.

‘ડન, તો હું ઓફિસનું લોકેશન મોકલી દવ છું તને, સાંજે ગમે ત્યારે આવી શકે હું ઓફિસ જ છું’ વિકાસ બોલ્યો.

ફોન પત્યો.

શું વિકાશ સર આદિને જોબ માટે સિલેક્ટ કરશે? કરશે તો દર્શન કુમારને આદિ કઈ રીતે ના પડશે? આદિ કયો રસ્તો પસંદ કરશે જાણવા માટે વાંચતાં રહો ‘અતરંગી સપ્તરંગી જીંદગી મારી’.    

– કેવિન વેકરીયા

Leave a comment