"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૭ – દિયાની સેન્ડ ઓફ પાર્ટી

રાતના સમયે પરેશભાઇ ઘરના ફળિયામાં જૂલ પર બેસી કઈક વિચારતા હતા. મીનબેન ત્યાં ચા લઈને આવ્યા.

‘લ્યો ચા’. મીનાબેન ચા નો કપ આપતા બોલ્યા અને જૂલા પર તેમની બાજુમાં બેઠા.

પરેશભાઇ ચાનો ઘૂટ પીધો પણ તેમના ચેહર પર કઈક ચિંતા દેખાતી હતી. રેડિયો બાજુમાં ટેબલ પર હતો પણ રોજની જેમ તેમાં ગીત ન’તા વાગતા.

’શું થયું તમારા રેડિયાને? બંધ થઇ ગયો છે? મીનબેન હળવા સ્મિત સાથે બોલ્યા.

વિચારમાં ડૂબેલા પરેશભાઇને મીનાબેનના પ્રશ્નએ જગાડ્યા. ‘ના…. ના ચાલે છે ને ? પરેશભાઇ બોલ્યા.

‘તો કેમ આજે બંને શાંત છે’? તમારો રેડિયો અને તમે? મીનાબેન બોલ્યા.

પરેશભાઇએ હળવી સ્માઇલ આપી.

‘શું થયું છે? કોઈ ચિંતા છે’? મીનાબેને પૂછ્યું.

‘કઈ નહીં મીના બસ હૂ તો એ વિચારું છું કે… દિયા થોડા દિવશોમાં આપળાથી દૂર જતી રહેશે. તેનું સપનું છે તે પૂરું થવા જઇ રહ્યું છે હું ખુશ છું તેના માટે… બહુજ ખુશ છું પણ થોડી ચિંતા પણ થાય છે કે આટલી દૂર કોઈ દિવશ ગઈ નથી ને તો’… આટલું બોલી પરેશભાઇ અટક્યાં.

‘તો… શું થાહે ?, કેમ ઈ બધુ સંભાળશે’?… એ બધુંને? આટલું બોલી મીનાબેન અટકયા. પછી આગળ બોલ્યા ‘હું હમજુસૂ  છું તમારી ચિંતા અને મને પણ માં તરીકે આવા વિચાર આવે છે  પણ આપળે છોકરવોને આખી જીંદગી આપડી પાશે બાંધીને ના રાખી સહકીએને? તેને આટલી મેહનત કરીને સ્કૉલરશિપ મેળવી, એડ્મિશન થયું અને આમ પણ આપડી દિયા બધી પરિસ્થિતિમાં લડી લ્યે તેવી છે’.

‘હા એ તો છે પણ આ જેમ જેમ તેને જાવાના દિવસો નજીક આવે છે ને એટલે ખબર નહીં આમ… થોડો આવો વિચાર આવે છે બાકી હા મને ખબર છે કે આપળી દિયા બધુ કરી લેશે’. પરેશભાઇ બોલ્યા.

‘તો પછી, તમે ખોટી ચિંતા ના કરો. મીનાબેન બોલ્યા. ‘અને હા રેડિયો ચાલે નહીં પણ  વાગે’. મિનાબેને મજાકમાં કહ્યું.

‘તો ચાલો વગાડીએ’. આટલું બોલી પરેશભાઇએ રેડિયોમાં ગીત ચાલુ કરિયા. ધીમા અવાજે ગીતો ચાલુ હતા વળી ચા પીતા પીતા પરેશભાઇ બોલ્યા ‘ મીના આ આદિ ક્યારે નિકડવાનો છે કાલે એ તો તેની સાથે વાત કરતાં જ રહી ગઈ એક મિનિટ તેને ફોન કરું હું’ આટલું કહી આદિને રિંગ કરી.

આદિએ ફોન ઉપાડ્યો. ‘ કેમ છે આદિ’ પપ્પાએ પૂછ્યું.

‘સારું છે પપ્પા તમે કયો’ બસ એક દમ મજામાં જો હું અને તારા મમ્મી ફડિયામાં બેઠા હતા તો કીધું તને પૂછી તો લઈ કે ક્યારે આવે છે તું? પપ્પાએ કહ્યું.

‘હું બસ કાલે સવારે નિકડીશ વહલો 10 આજુ બાજુ પોહચી જઈશ’ આદિ બોલ્યો.

‘સરસ લે આવ આવ’ પપ્પાએ કહ્યું.

‘શું કરે છે ઓસ્ટ્રેલિયન દીદી’ આદિ એ મજાકમાં પૂછ્યું.

‘તારા ઑસ્ટ્રેલિયા વાળા દીદી તો તેની તૈયારીમાં લાગે છે, દેખાતા નથી અહિયાં તેન રૂમ માં લાગે છે’ પપ્પાએ કહ્યુ.

‘કઈ વાંધો નહીં કરવાદયો તૈયારી એને’ આદિએ સ્માઇલ સાથે કહ્યું. ‘સારું પપ્પા તો કાલે સવારે પોહચી જઈશ હું’ આદિ બોલ્યો.

‘હા…હા.. આરામથી આવ સારું ચલ  મૂકું છું ફોન’ આટલું કહી ફોન પૂરો થયો.

આદિત્ય સવારની ટ્રેનમાં રાજકોટ થી ઉપલેટા જવા નિકળી ગયો હતો અને ૧૦ વાગે ઉપલેટા પોહચી ગયો હતો અને દિયા તેને લેવા સ્ટેશને આવી હતી.

‘વેલકમ વેલકમ આદિ કેમ છે તને’ દિયાએ આદિને હગ કરતાં કહ્યું.

‘એકદમ ઠીક છું તું કે, થઇ ગઈ બધી તૈયારી સામાન – બામાન પેક કરી નાખ્યોને?’ આદિએ દિયાને કહ્યું.

‘હા ઓલ્મોસ્ટ થઇ ગયું છે નાનું મોટું બાકી છે થઇ જશે તું કરાવીશને મને હેલ્પ?’ દિયાએ હસતાં હસતાં કહ્યું.  

‘ના ભઇ હું કઈક આડા આવડું મૂકી દઇશ તો તું પછી ઓસ્ટ્રેલિયા મને ધક્કો ખવડાવીશ આપવા માટે’ આદિએ પણ મજાકમાં કહ્યું. બંને હસવા લાગ્યા.

ચલ ચલ ઘરે તારા માટે ઘણું કામ પડ્યું છે. દિયા આદિને સ્કૂટીની ચાલી આપતા  બોલી. બંને ઘરે પહોંચ્યા. આદિ  તેના મમ્મી અને દાદીને મળ્યો. પપ્પા અને દાદા દુકાને હતા.‘ તો આજે પપ્પાએ રજા નથી રાખી બધા મહેમાન આવન છે તો?’ આદિએ પૂછ્યું.

‘અરે અડધો દી જ ચાલુ રાખશે, બપોર પછી તો તારા માસી, મામા, અંકિત, નેહા બધા પોહચી જશે…’ આદિના દાદી જશોદા બા બોલ્યા.

આદિ દુકાને ગયો.  પપ્પા અને દાદાને મળ્યો. થોડો બજારના કામ હતા વસ્તુ લેવા કરવાના એ પતાવ્યા અને ઘરે આવ્યો.

પછીના દિવશે સાંજે પ્રોગ્રામ ચાલુ થયો. ઘરના  ફડિયામાં જ નાનું એવું સ્ટેજ બનાવ્યું હતું અને બધા લોકો ખુરશી પર બેઠા હતા.

આદિએ સ્ટેજ પર આવી પ્રોગ્રામને ચાલુ કર્યો.  

તો સૌથી પેહલા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે બધાનું આ આપળા નાના એવા ફંકશનમાં’

બધા એ તાળીઓ પાળી.

‘તો વધુ કઈ ના કેહતા હું સ્ટેજ પર બોલવા માગીશ મારી બેન દિયાને જેના માટે આપળે અહી ભેગા થાય છીએ’ આદિ આટલું બોલ્યો અને સ્ટેજ પરથી ઉતાર્યો અને દિયા સ્ટેજ પર આવી.

‘સમજાતું નથી ક્યાંથી વાત ચાલુ કરવી પણ હું ટ્રાય કરું છું…તો મે ડાયટ અને ન્યુટ્રીશનીષ્ટનું ભણવા માટે ઓસ્ટ્રેલિયાની મારી ગમતી કોલેજ માં સ્કૉલરશીપ માટે એપ્લાઈ કર્યું હતું અને  ટેસ્ટ પણ આપી હતી. અને તમારા બધાના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી હું તેમ સિલેક્ટ થઇ ગઈ અને મને ત્યાં જવાનો અને ભણવાનો મોકો મળ્યો છે…

પછી કેક કટ કરવામાં આવી બધા એ નાની મોટી ગિફટ પણ આપી દિયાને. ફોટો – વાતો વગેરે ચાલતું હતું. અને ફંકશન પૂરું થયું. અમુક મહેમાનો પણ જમીને નિકળી ગયા હતા.   

રાતે લગભગ પોણા બાર જેવુ થયું હતું.  આદિ અગાશી પર એકલો બેઠો હતો પાળી પર. મનમા વિચારો ચાલતા હતા. ‘આજે ૨૨ છે…. તું આવતા મહિનાની પેહલી તારીખથી આવી જા… લાસ્ટ સેમેસ્ટર ઓફ એમબીએ માર્કેટિંગ, કેવું ચાલે છે…. તો તમે અહિયાં શું કરી રહ્યા છો? આ તો પ્લેસમેન્ટ નથી… ૧૦૦૦૦ સ્ટાઈફન્ડ માં ઓક છો…’ આદિએ પોતાની જગ્યા પર ઊભો થઇ ગયો અને મોઢા પર હાથ ફરવીને ઊંડો શ્વાસ લીધો. ઇન્ટર્નશીપ કરવી કે ના કરવી… હજી તે હા કે ના બંનેની વચ્ચે હતો.

– કેવિન વેકરીયા

Leave a comment