આદિ રાતે પીજી ના ટેરેસ પર એકલો બેઠો હતો. ‘કેમ એકલો બેઠો છે આદિળા’ પાછળથી રજત આવતા આવતા બોલ્યો.
‘કઈ નહીં ભાઇ એમનમ બેઠો છું’. આદિએ ધીરે અવાજે કહ્યું.
રજત પણ બાજુમાં બેઠો. ત્યાં આદિ મજાકમાં બોલ્યો ‘આજે તારે હાજરી પુરાવા નથી જવાનું’.
‘કેવી હાજરી?… રજત બોલ્યો. પછી તેને લાઇટ થઇ કે આદિ તેની ગર્લફ્રેંડ અક્ષિતાનું કહે છે.
‘ના ભઇ… રોજ રોજ શું છે… અને આમ પણ આજે તેના ઘરે મેમાન આયવા છે’ રજતે કહ્યું.
આદિ હસતાં હસતાં બોલ્યો ‘તયે કે ને’.
‘એ ભાઇ એ… તું પણ એકાદી ગોતી લે એટલે વાંધો ના આવે અને તનેય ખબર પળે કે આ બધો સંઘેડો હાંકવો માથાકુઈટ નું કામ છે’ રજત બોલ્યો.
‘એ તો હું માનું છું રજ્જો અહિયાં હું ખુદને નથી સમભાળી શકતો અને ક્યાંથી કોઈને સાચવું’. આદિ બોલ્યો.
‘કે ભઇ એવું તે શું થઇ ગ્યું? રજતે આદિને કહ્યું. પછી તે બોલ્યો ‘ સમજી ગ્યો… જોબ ઇન્ટરવ્યૂમાં કઈ થયું?
‘જોબ ઇન્ટરવ્યૂ નતું… ઇન્ટર્નશીપનું ઇન્ટરવ્યૂ હતું આજે’ આદિ બોલયો.
‘ઇન્ટર્નશીપ’? રજત બોલ્યો.
‘હા ઇન્ટર્નશીપ, કોલેજ માં ગેસ્ટ આવ્યાટ દર્શન કુમાર કરીને છે રાજકોટના જ બિસનેસમેન તેને ઓફર આપી કે ૨ મહિના ઇન્ટર્નશીપ અને પછી તેને ઓક લાગશે તો જોબ ઓફર કરશે’ આદિ બોલ્યો.
‘અચ્છા… તો તેનું ઇન્ટરવ્યૂ હતું આજે એમને’ રજત બોલ્યો.
‘હા’ આદિ બોલ્યો.
‘તો શું થયું તેમાં?’ રજતે પૂછ્યું.
‘સિલેક્ટ તો થય ગયો છું’ આદિ બોલ્યો.
‘વાહ ભઇ વાહ તો શું વાંધો છે હવે’ રજત બોલ્યો.
‘વાંધો એ છે કે મને હવે એવું થાય છે કે… આદિ આટલું બોલતા અટક્યો.
‘કે…’ રજત બોલ્યો.
‘મતલબ બધા જોબ લે છે અથવા નથી જેને નથી મળી તે લોકો પણ જોબનો જ પ્રેફરન્સ રાખે છે અને હું આ ઇન્ટર્નશીપ કરીશ… એ પણ લાસ્ટ સેમેસ્ટરમાં… કયા મોઢે ઘરે કેવું મારે કે આટલી ફી ભારી ને બધુ કર્યું અને હું લઈને શું આવ્યો.. ઇન્ટર્નશીપ. આદિ બોલ્યો.
‘હુમમ… જો આદિ ઇન્ટર્નશીપ કરવી કઈ ખરાબ વાત નથી તું મારુ જ જોઈ લે મે સી.એ કર્યુ તો તેમાં પણ ૩ વર્ષની આર્ટીકલશીપ કરવી પડે પછી જ હું સી. એ તરીકે કામ કરી શકું. સો તારે તો કહી ૨ મહિના કરવાનું છે અને ઇન કેશ ના પણ થયું તો બીજે ક્યાંક જોબનું થઇ જશે અને પ્લસ પોઈન્ટ તો છે જ કે તને આ ઇન્ટેનશીપનું પણ સર્ટિફિકેટ તો મળશે જ સો કોઈ વાંધો નથી ઇન્ટેનશીપ કરવામાં’ રજતે આદિને સમજાવતા કહ્યું.
રજતની વાત સાંભળતા આદિને પણ થયું કે તેની વાત તો સાચી છે હું કદાચ એટલે અવું વિચારું છું કેમ કે બધા જોબ માટે ટ્રાય કરે છે અને હું ઇન્ટેનશીપ કરીશ પણ હવે તેને થયું કે તેને ઇન્ટર્નશીપ કરવી જ છે અને ઘરે તો હું કોઈ પણ રીતે વાત કરી લઇશ.
‘વાત તો સાચી છે રજત તારી’ આદિએ રજતને કહ્યું.
‘તો પછી જજુ વિચારવા નું છોળ બધુ ગોઠવાઈ જશે’ રજતે કહ્યું.
‘ચલ ચા પીવા જઈએ ઈચ્છા થઇ છે થોડી’ આદિએ કહ્યું.
‘ચલ ચલ જઈએ’ રજતે કહ્યું અને બંને ગોવિંદ ભાઇના ટી સ્ટોલે ચા પીવા ગયા.
બંને ચાની ચૂસકી માણતા હતા આટલામાં આદિ બોલ્યો ‘કાલે હું ઘરે જાવ છું’.
‘લે કેમ કાલે કઈ છે’ રજતે પૂછ્યું.
‘નહીં કાલે તો નથી પણ પરમદિવશે છે મારી બેન દિયાની સેન્ડ ઓફ પાર્ટી ગોઠવી છે તે ઓસ્ટ્રેલિયા જાય છે ને ભણવા. આપળે વાત થઈ હતી લગભગ. આદિએ કહ્યું.
‘ હા…. યાદ આવ્યું તે કીધું હતું આની પેહલા સરસ લે તો તો પાછો ક્યારે ૩-૪ દિવશ પછી આવીશ કે? રજત બોલ્યો.
‘હા તેને ઑસ્ટ્રેલિયા માટે સી ઓફ કરીને જ આવીશ પાછો’. આદિ બોલ્યો.
‘સરસ લે હેપી જર્ની કેહ જે મારા વતી’ રજત બોલ્યો. પછી બંને પીજીએ પાછા ફર્યા.
બીજે દિવસે કોલેજના ગાર્ડનમાં બધા બેઠા હતા અને આદિને વિચાર આવતા હતા કે જેવું એ ઇન્ટર્નશીપનું તેના મિત્રોને કહશે આટલે બધા ‘આ કયા કર્યું… આવું ના કરાય વગેરે વગેરે.. અને થયું પણ કઈક એવું જ.
‘હું દર્શન કુમારની કંપનીમાં ઇન્ટનશીપ માટે સિલેક્ટ થઈ ગયો છું’ આદિ એક જડપથી બોલી ગયો.
‘શું?’ તે ક્યારે એપ્લાઈ કર્યું તું?’ ધ્વનિએ પૂછ્યું.
‘હા, મને પણ નથી ખબર’ કાર્તિક બોલ્યો.
‘હા મે ન તું કીધું કોઈને, પણ મે એપ્લાઈ કર્યું હતું અને કાલે ઇન્ટરવ્યૂ પણ આપી દીધું છે આવતા મહિનાની પેહલી તારીખથી ઇન્ટર્નશીપ ચાલુ થશે’ આદિએ કહ્યું.
‘યાર…આદિ ઉતાવળ નથી કરતો તું? થઇ જાત કઈક જોબ નું, આ ઇન્ટર્નશીપ બીન્ટર્નશીપ માં કઈક નથી રાખ્યું, આપળે એક તો કરી લીધી છે, ને હવે લાસ્ટ સેમેસ્ટરમાં આવીને ઓલમોસ્ટ જ્યારે ડિગ્રી પણ હાથમાં આવવાની જ છે ત્યારે આ ઇન્ટર્નશીપ??? મને તો નથી સમજાતું આ’. સાગર બોલ્યો.
‘હા આદિળા, આ બધાને જોબ દેવામાં કોઈ ઇન્ટેરેસ્ટ નઇ હોય, ખાલી જોબ આપશુ એવી લાલચ આપીને ૨ મહિના કામ માં તોડવશે અને છેલ્લે કહી દેશે કે જોબ નથી તમારા માટે અહી ત્યારે શું કરવાનું?’ કાર્તિકએ વાત મૂકી.
‘અને મેઇન વાત આદિ આ ઇન્ટર્નશીપ કરવાની ઈચ્છા તો મને પણ થઇતી પણ પછી થયું કે ના… યાર… ભલે થોડી લેટ મળે પણ જોઈએ છે તો જોબ જ’ કાર્તિક બોલ્યો.
આદિઆ બધાની વાત સાંભળતો હતો. બધાનું બોલવાનું પત્યું પછી આદિએ કહ્યું ‘જુવો મને આ ઠીક લાગ્યું આટલે મારે આ કરવું છે’.
મિત્રો પાસેથી જેવી એક્સપેકટેશન હતી એવું જ કઈક થયું. બધાએ ઇન્ટર્નશીપ ના કરવા માટે કહ્યું પણ મને ખબર નહીં શું કામ આ ઇન્ટર્નશીપ કરવી જ હતી…
આદિ કઈ રીતે તેના ઘરે ઇન્ટર્નશીપની વાત કરશે અને ઘરવાળા શું કહશે તે જાણવા માટે વાંચતાં રહો ‘અતરંગી સપ્તરંગી જીંદગી મારી’.
– કેવિન વેકરીયા