આદિએ ઇન્ટર્નશીપ માટે એપ્લાઈ કરી દીધું હતું અને તે શોર્ટલિસ્ટ પણ થયો.
આદિ ઇન્ટરવ્યૂ માટે પહોંચયો.
‘સો આદિત્ય પાઠક, લાસ્ટ સેમેસ્ટર ઓફ એમબીએ માર્કેટિંગ, કેવું ચાલે છે’? દર્શન કુમારએ સ્માઇલ સાથે પૂછ્યું.
‘સારું ચાલે છે’ આદિએ જવાબ આપ્યો.
‘ગુડ… ગુડ…અને પ્લેસમેન્ટ?’ દર્શને સવાલ કર્યો.
‘એ પણ સાથે સાથે ચાલે છે’ આદિએ પોલાઈટલી જવાબ આપ્યો.
‘તો તમે અહિયાં શું કરી રહ્યા છો?આ તો પ્લેસમેન્ટ નથી’ દર્શને કહ્યું.
આદિના ફેસ પર હળવી સ્માઇલ હતી પણ આવા સવાલો શું જવાબ આપવો એ તેને સમજાતું ન હતું. તેમ છતાં તેને કહ્યું.’ આ ડાઇરેક્ટ પ્લેસમેન્ટ નથી પણ તમે જેમ કીધું તેમ તમને કામ ગમશે તો ચાન્સ છે જોબ માટેનો’.
‘ઓક, અને ઇન કેશ જોબ નું કઈ ન થયું તો’? દર્શને પૂછ્યું.
‘હા એ શક્યતા છે પણ હું મારી સાઈડથી બેસ્ટ આપવાની કોશિશ કરીશ અને છતાં પણ ના થાય તો હું ઓક છું’ આદિએ કહ્યું.
દર્શન કુમારને આદિનો જવાબ ગમ્યો.

‘ઓક અને હવે હું એ સમજવા માગીશ કે તમે સેલ્સ માં ફિટ છો કે નહીં તો એના માટે હું પૂછું કે… એક મિનિટ તમે આપળી કંપની વિષે જોઈને તો આવ્યા જ હશો ને? શું કામ છે કંપનીનું વગેરે વગેરે..’ દર્શન કુમારે પૂછ્યું.
‘હા સર મે કંપનીણી સાઇટ અને સોશિયલ મીડિયા હેંડલ્સ જોયા છે, મને આઇડિયા છે’
‘ ઓક, તો શું કામ છે આપળી કંપનીનુ?’
‘કંપની ઘડિયાળ બનાવે છે, બંગલોસ, કોર્પોરેટ, ઘર માટે’ આદિ બોલ્યો.
‘ઓક અને કોઈ કસ્ટમર આ પ્રકારની ઘડિયાળ કોઈ કેમ ખરીદે, મતલબ કે કોઈ કેમ આપળી ઘડિયાળને પસંદ કરે બીજી પણ ઘણી ઘડિયાળો આવે છે’ દર્શન કુમારે પૂછ્યું.
‘સર મારા ખ્યાલ મુજબ કોઈ પણ વ્યક્તિ આપળી ઘડિયાળ ત્યારે જ ખરીદે જ્યારે તેને એવું ફીલ થાય કે આ પર્ટિક્યુલર ઘડિયાળમાં કઈક અલગ છે, અલગ મતલબ કે તેને જેવુ જોઈતું હોય તેવું છે અથવાતો આ ખરીદવું તેના માટે વર્થઈટ છે ઇન ટર્મ્સ ઓફ ડીસાઈન, કલર, લુક…’ આદિએ જવાબ આપ્યો.
‘ઓક અને માની લે કે હું કસ્ટમર છું, હું એક ઇન્ટિરિયર ડિસાઇનર છું અને તારે મને પિચ કરવાનું છે કઈ રીતે કરીશ?’દર્શન કુમારએ પૂછ્યું.
‘ઓક સર તો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ સર, મારુ નામ આદિત્ય છે અને હું આ કંપની માંથી આવું છું’ આદિ બોલ્યો.
‘ઓક બોલો પણ મારે એક મિટિંગ માં જવાનું છે તો થોડી ઉતાવળ છે મારે જલ્દી બોલો તમે’ દર્શન કુમારએ કહ્યું.
‘યસ… યસ.. સર હું જજો સામે નહીં લવ તમારો, અમારું કામ ઇનટેરીઅર માટે ની વતુઓ બનવાનું છે અમે લગઝરી ઘડિયાળ બનવાનો છે સો તમને આ ટાઇપના મટિરિયલ ની રિકવાઈરમેન્ટ ખરી?’ આદિ બોલ્યો.
‘હા મારે અમુક બંગલો નની સાઇટ ચાલે છે ત્યાં ઘડિયાળ માટે રિકવાઈરમેન્ટ છે’ દર્શન બોલ્યો.
‘પર્ફેક્ટ સર તો હું તમને ફોટોસ બતાવું છું ડીસાઇનના. આદિ બોલ્યો.
‘ડન આદિત્ય, રોલ પ્લે ઓવર’ દર્શન કુમાર સ્માઇલ સાથે બોલ્યો. આગળ કહ્યું ‘ ઓક તને ફાવે છે વાત કરતાં ગુડ, હવે એક લાસ્ટ સવાલ તું ૧૦૦૦૦ સ્ટાઈફન્ડ માં ઓક છો?’ દર્શને પૂછ્યું.
‘ હા સર’ આદિ બોલ્યો.
‘કેમ, તું એમબીએ માર્કેટિંગની ડિગ્રી મેળવીશ થોડા ટાઈમ માં, વાત ચિત માં પણ સારો છે ખરાબ નથી અને તને ઈ થિંક ટ્રાય કરે તો જોબ પણ મળી જાય સારી તો પછી કેમ?’ દર્શને પૂછ્યું.
આદિએ જવાબ આપતા કહ્યુ ‘ સર… મે લાસ્ટ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું સેમ સેલ્સ માટે… અને તેમાં મે કહ્યું કે હું ૨૦૦૦૦ એકસેપ્ટ કરું છું, અને સરએ કહ્યુ કે તું કોલેજે કઈક નવું શીખવા માટે જાઇ છે અને ફી પણ ભરે છે પણ હવે જ્યારે તું કામ પર લાગે છે ત્યારે તને ફ્રેશર તરીકે શીખવાળવા માટે કંપની એ તને પૈસા ચૂકવવા પડશે સો ઓવર ઓલ હું એ સમજ્યો કે વાત સાચી છે મારે પ્રેક્ટિકલી કામ શિખવાની જરૂર છે ૨૦૦૦૦ કદાચ એટલે બોલી ગયો કે બધા કયે કે આટલા મળવા જ જોઈએ, આપળે આટલી ફી ભરી છે અને સાવ ઓછા માં તોડવાનું… પણ સર હવે મને એવું લાગે છે કે હું એ ખોટું માનતો હતો મારે કઈક વેલ્યુએબલ કામ કરતાં શીખવું છે સો હું ઓક છું ૧૦૦૦૦ થી’ આદિએ જવાબ આપ્યો.
દર્શનને આદિ સામે હકારમાં માથું હલાવ્યું. ‘ઓક…ઓક…આદિત્ય… તો કયાથી બિલોન્ગ કરે છે તું… દર્શન આદિના રિઝયુમ માં જોતાં જોતાં પૂછ્યું.
‘હાલમાં તો અહી રાજકોટ માં રહું છું પણ મારુ વતન ઉપલેટા છે’. આદિ બોલ્યો.
‘ઉપલેટા’. ઉપલેટા સાંભળતા દર્શનની આંખ ચમકી.
આદિને થયું કે કદાચ ઉપલેટા તેમને નહીં ખબર હોય કે કયા આવ્યું છે માટે તે બોલ્યો કે’ હા સર, મતલબ ઉપલેટા આવે અહીથી તમે જાવ એટલે ગોંડલ પછી જેતપુર… આદિ આટલું બોલ્યા ત્યાં વચ્ચે અટકાવતાં દર્શનએ કહ્યું. ‘ અરે ભાઇ મને ખબર છે કયા આવ્યું છે ઉપલેટા હું ખુદ કોલકી થી છું’ દર્શન સ્માઇલ સાથે બોલ્યો.
આ સાંભળીને આદિ પણ સરપ્રાઇજ થઇ ગયો કે દર્શન કુમાર તેના પાડોશી ગામથી જ છે.’ મને ખરેખર ખ્યાલ ન હતો, તમે ઉપલેટા સાંભળતા આમ સરપ્રાઇજ થઇ ગયા એટલે મને લાગ્યું કે તમને કદાચ નહીં ખબર હોય કે ઉપલેટા કયા આવે’ આદિ બોલ્યો.
‘અરે ના ભઇ, એજ બાજુનો છું, કેમ ના ખબર હોય’ દર્શન બોલ્યો. આગળ બોલતા કહ્યું ‘સરસ લે તને ઓક જ છે તો આપળે ડન કરીએ તારી ઇન્ટર્નશીપ.
‘બિલકુલ સર ડન છે’ આદિ સ્માઇલ સાથે બોલ્યો અને બંને એ હેન્ડશેક કર્યું.
પછી દર્શનએ કહ્યું ‘ડન તો આજે ૨૨ છે તું આવ્યા મહિનાની પેહલી તારીખથી આવી જા અને ઇન્ટર્નશીપ નો ઓફર લેટરને બધુ તને મેઇલ માં આવી જશે, ઓક’.
‘ઓક સર’. આદિ બોલ્યો.
આદિત્ય બહાર નિકળીને મનમા ને મનમા ખુશ હતો પણ તેને વિચાર આવ્યો કે ‘ ઇન્ટર્નશીપ તો મળી મળી ગઈ છે પણ જોબ લેવાના ટાઈમે ઘરે ક્યા મોઢે કેવું કે હું જોબ નહીં ઇન્ટર્નશીપ કરીશ બે મહિના’.
– કેવિન વેકરીયા