"વાર્તાઓ જે તમને લાગશે તમારા જેવી"

વાર્તા – ૪ – દર્શન કુમારનો ગેસ્ટ સેસન

એજ રાતના સમયે બધા ડાઈનિંગ એરિયામાં જમવા બેઠા હતા. અને આદિએ સંદીપ ભાઇને બધી વાત કરી વિકશ સર વાળી.

‘ઓક, તો એને અચાનક ટ્રીપનો પ્લાન બન્યો હસે કેમ કે હું ગયો હતો ત્યારે તો કઈ વાત નતી થઇ’. સંદીપ બોલ્યો.

‘હા, કદાચ અચાનક જ પ્લાન થયો હશે’. આદિ બોલ્યો.

‘કોઈ વાંધો નહીં ભાઇ ૧૦ દિવસ સુધી વેટ કર પછી તો આવી જ જશેને, અને જો એ પેહલા ક્યાંય મેળ આવતો હોય તો ત્યાં ઇન્ટરવ્યૂ આપી આવ’. રજત બોલ્યો.

‘હા એ તો છે જ, જોઈએ એ હવે ક્યાંક શોર્ટલિસ્ટ થાવ તો’. આદિ બોલ્યો.

‘હા બસ એમ, એપ્લાઈ કરતો રે ક્યાંકથી તો કોલ આવશે જ ને’ સંદીપ ભાઇ બોલ્યા. 

આદિને પણ મનમા હોપ હતી કે ક્યાંક તો કામનું સેટ્ટિંગ થઇ જાહે.

બીજા દિવસે સવારે કોલેજ માં દર્શન કુમારનો શેસન ચાલુ થવાનો હતો. જેને ઇન્ટેરેસ્ટ ના હતો તે છેલ્લી બેન્ચ પર બેસીને ગેમ રમવા માંડ્યા હતા અને બાકીના ધીરે ધીરે સીટ પર ગોઠવતા હતા.

થોડી વારમાં પ્રોગ્રામ ચાલુ થયો અને સ્ટેજ પરથી દર્શન કુમારનું નામ એનાઉન્સ થયું અને ફોરમલ શર્ટ – પેન્ટ અને બ્લેઝરમાં દર્શન કુમાર સ્ટેજ પર આવ્યા.

‘ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા મજામાં ને???’. દર્શન કુમાર સ્ટેજ પરથી બોલ્યા.

‘કેવું ચાલે છે લાસ્ટ સેમેસ્ટર? અરે હા પ્લેસમેન્ટ્સ ચાલે છે નહીં તમારે તો… દર્શન કુમાર સ્માઇલ સાથે બોલ્યો. આગળ બોલતા કહ્યું. પછી તેમણે બિસનેસ વિષે અને કરીયર ને રિલેટેડ વાત કરતાં હતા.

આદિ એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. દર્શન કુમારની વાતોથી આદિને ઇન્સ્પીરેશન મળતી હતી.

‘હું અહીં કોઈને ‘જોબ’ ઓફર કરવા નથી આવ્યો પણ  એક અલગ ઓફર લાવ્યો છું તમારા લોકો માટે.” દર્શનકુમાર બોલ્યો.

બધા વિચારમાં પડ્યા કે જોબ નહીં ઓફર કરે તો  શું ઓફર કરશે?.

સાગરે ધીરેથી કોમેન્ટ પાસ કરી, “જોબ નથી આપવી તો શું ખાલી ભાષણ દેવ જ આવ્યો છે?”

દર્શન કુમારે એક ફોર્મ બતાવતા કહ્યું, ” અમારી કંપની બે મહિનાનો ઇન્ટર્નશીપ પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે. તમે કોઈ પણ સ્પેશ્યલાયઝસનમાં હો એચ. આર, માર્કેટિંગ, ફાઈનાનશ યૂ આર એલિગીબલ તો અપ્લાય. સ્ટાઈપેન્ડ મળશે અનપેઇડ નથી અને જો તમે તમારી વેલ્યુ સાબિત કરી શક્યા, તો ત્રીજા મહિને તમને  કંપનીમાં જે પગાર તમને મળશે એ તમારા પ્લેસમેન્ટ લિસ્ટની કોઈ કંપની નહીં આપી શકે. પણ શરત એક જ છે કે મારે એવા સ્ટુડન્ટ્સ જોઈએ છે જેને સીધા પગારમાં નહીં, પણ પહેલા શીખવામાં રસ હોય.”

સેશન પૂરું થયું અને બધા બહાર નીકળ્યા.

“૨ મહિના ઇન્ટર્નશીપ? ભાઈ, અત્યારે તો જોબ લેવાનો ટાઈમ છે. આવું રિસ્ક કોણ લે?” સાગર બોલ્યો.

“અને પાછું ગેરંટી પણ નહીં કે રાખશે જ. વેસ્ટ ઓફ ટાઈમ છે,” કાર્તિક બોલ્યો.

થોડા ઘણાને બાદ કરતાં બીજા કોઈને ઇંતેરશીપમાં ઇન્ટેરેસ્ટ ના હતો અને લગભગ એવીજ વાતો થતી હતી કે ‘ લાસ્ટ સેમેસ્ટરમાં શું ઇન્ટર્નશીપ લઈને જાવ ઘરે’, ‘ કોઈ વાત કરતું હતું કે ‘ એક ઇન્ટર્નશીપ તો કરી લીધી હવે તો જોબ જ જોઈએ છે’… પણ આદિને ખબર નહીં કે આ ઇન્ટર્નશીપ કરવાનું મન હતું. આદિએ કોઈને કીધું નહીં પણ એ ઇન્ટેનશીપ ફોરમ સબમિટ કરીદે છે. 

આગળ શું થશે તે જાણવા માટે વાંચતાં રહો ‘અતરંગી સપ્તરંગી જીંદગી મારી’.  

– કેવિન વેકરીયા


Discover more from વાર્તાની ડાયરી

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment