સાંજે જમીને આદિ સંદીપભાઇને મળવા માટે તેના રૂમ પર પહોંચયો. આદિત્ય રૂમનો દરવાજો નોક કર્યો.
સંદીપભાઇએ દરવાજો ખોલ્યો અને આદિને જોઈ બોલ્યા.
’આવ આવ આદિત્ય’.
‘હું તો આ આવ્યા પણ તમે કેમ આજ કાલ નથી દેખાતા, ના તો જમવામાં ભેગા થાવ છો, ના રાતે વોકિંગમાં, કયા છો કયા આજ કલ તમે’? . આદિએ સંદીપને કહ્યું.
‘અરે..ભાઇ, આ વીકમાં કામનો થોડો લોડ વધુ છે એટલે ઓફિસથી આવામાં લેટ થઇ જાય છે’. સંદીપ બોલ્યો.
‘અચ્છા આવી વાત છે’. આદિ બોલ્યો.
‘પણ તું આજે એકલો? કયા ગયા બીજા બે રતન રજત અને ચિંતન’?. સંદીપે પૂછ્યું.
‘અરે રજતનું તો તમને ખબર છે તેને તેના બૈરાંને મળવાનું ઊભું હોય અને ચિંતનયો તો તેના ઘરે ગયો છે કોઈ કામથી એટલે 2-3 દિવસ પછી આવશે. આદિએ જવાબ આપ્યો.
બરોબર. સંદીપ બોલ્યો.
‘ચલો આપળે એક ચક્કર મારી આવીએ જો તમે ફ્રી હોવ તો? આદિએ સંદીપને પૂછ્યું.
‘હા.. હા.. કેમ નહીં ચલ જઇએ ૨ મિનિટ હું આ કપડાં મૂકી દવ પછી જઇએ’.
આદિ અને સંદીપ બંને વોકિંગ પર નિકડ્યાં.

‘શું કયે આદિ શું ચાલે છે નવીન માં? સંદીપએ પૂછ્યું.
‘બસ રાબેતા મુજબ કોલેજ, પ્રોજેક્ટ… અરે હા આજે એક ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો હું. આદિએ કહ્યું.
‘વાહ… કયા ગયો હતો? સંદીપે પૂછ્યું.
‘આપળે મવડી માં, લાઇટ મેન્યૂફેકચરિંગનું કામ છે કંપનીનું અને સેલ્સ માટેની પોસ્ટ માટે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો’. આદિ બોલ્યો.
‘બરોબર… કેવું રહ્યું ઇન્ટરવ્યૂ’? સંદીપે પૂછ્યું.
‘આમા તો સારું રહ્યું પણ તેમનું કહવું એવું છે કે આ રોલ માટે હું સૂટએબલ નથી તેમની કંપનીમાં’. આદિએ જવાબ આપતા કહ્યું.
‘હુમમમ…હા… બને એવું ફ્રેશર્સને લગભગ એવું એકાદવાર સાંભળવા મળતુંજ હોય છે ઈવન ફ્રેશર્સ શું એક્સપેરિયાનશ વળાને પણ અવું સાંભળવા મળતું હોય છે’. સંદીપએ કહ્યું.
‘મને સંદીપભાઇ કલેરિટી નથી મળતી કે મારે કઈ લાઇન માં આગળ જવું જોઈએ મતલબ માર્કેટિંગ માં આગળ કેમા જવું? પ્રોડક્ટ માં, સર્વિસ માં, ડિજિટલ માર્કેટિંગ.. ઓપ્શન જ ઓપ્શન છે હું કનફૂસ થઇ જાવ છું’. આદિએ પૂછ્યું.
‘જો મારુ તો આર્કિટેક્ટ લાઇનનું કામ છે તો માર્કેટિંગનો ડીટેલમાં આઇડિયા નથી પણ મને એટલી ખબર પડે કે કોઈ પણ વસ્તુની કલેરિટી કામ ને કરિયા પછી જ આવે છે. તું પેહલેથી જે કઈ પણ વિચારે તેના જેવુ રેરલી હોય છે બાકી કલેરિટી વિચાર્યા રાખવાથી તો નહીં જ આવે ઊલટાનું કન્ફ્યુશન વધશે’. સંદીપ બોલ્યો.
‘તો શું કરાઇ’? આદિએ પૂછ્યુ.
‘એક્સપ્લોર કર અલગ અલગ વસ્તુઓ, જો તું કેમા સારો છે એ તને કેમ ખબર પડે? એ કામ કરીને, કરિયા વગર કેમ ખબર પડે? તો અલ્ટીમેટલી તારે કઈક ચાલુ કરવું પડશે જ ને? પછી સમજાશે કે એ વસ્તુ તારા માટે છે કે નહીં, માટે તું એક કામ કરી શકે મારો એક ફ્રેન્ડ છે મને ૨-૩ દિવસ પેહલા જ મળ્યો હતો તેને એક સેલ્સ એક્ઝિક્યુટિવની જરૂર છે, તેને કંપની છે તો તેના નંબર આપું વાત કરી લે અને મળીયાવ તેને અને જો બંનેને ઠીક લાગે તો કરીદે કામ ચાલુ’. સંદીપ બોલ્યો.
‘ઓક, સંદીપ ભાઇ તો પાકું તમારા ફ્રેન્ડને માળીયાવું’. આદિ બોલ્યો.
બંને વોકિંગ કરી પાછા પીજીએ ફર્યા ત્યાં આદિના પપ્પા પરેશભાઇનો ફોન આવ્યો.
‘આદિત્ય કેમ છે’? પપ્પા બોલ્યા.
‘બસ પપ્પા સારું છે તમે કયો’?
‘એકદમ મજામા હો’. પરેશ બોલ્યો. આગળ બોલતા કહ્યું ‘કેવું રહ્યું તારું ઇન્ટરવ્યૂ બેટા? પપ્પાએ પૂછ્યું.
આદિ શું જવાબ આપવો એ વિચારમાં પળ્યો ‘સાચું કહી દાવ કે?’. ત્યાં પપ્પા ફરી બોલ્યા.’ હેલ્લૉ… આદિ અવાજ આવે છે?’ પપ્પા બોલ્યા.
‘હા… હા… પપ્પા… અ… ઇન્ટરવ્યૂ સારું ગયું છે પણ હજી તેમણે ફાઇનલ જવાબ નથી આપ્યો, ૨-૪ દિવસમાં કહશે એમ કહ્યું છે’ આદિએ પપ્પાને કહ્યું.
ઠીક.. ઠીક લે… પપ્પા બોલ્યા.
પપ્પા સાથે બીજી વાતો પણ થઇ અને વાત પતાવી આદિ તેના રૂમમાં ગયો અને હાથ મોઢું ધોઈ બેડ પર લંબાણો ત્યાં રજત આવ્યો.
‘આવ આવ રજ્જો’. આદિ બોલ્યો.
‘કયા જાશું મિત્ર બીજું કોઈ ઠેકાણું છે અમારું. રજત તેના લોકેરને ખોલતા બોલ્યો. ‘મારા ખ્યાલથી એક ઠેકાણું છે? આદિ બોલ્યો.
‘કયું ભાઇ’? રજત બોલ્યો.
‘જ્યાંથી તમે હાયલા આવો છો’ અમારા જેવા એકલલિયા અવું કહે તો ઠીક લાગે તમે તો માલિક બેકલિયા થઇ ને કહો છો કે અમારું બીજું કયું ઠેકાણું… હે…’
‘ઑ ભાઇ બેકલિયો થા પછી કેહજે, હું માઇન્ડ ફ્રેશ કરવા તેને મળવા ગયો હતો કીધું કઈક બે મીઠી વાત થાય પણ અક્ષિતાએ જગડો કરી નાખ્યો’. રજત બોલ્યો.
‘ભલે જગડો કરવા વાળું તો કોઈક છે’. આદિ બોલ્યો.
‘અરે પાર્ટી, આ બધુ થોડા દિવસ સારું લાગે, કેશવકાકાની ભાષામાં કહું તો કેટલા દી સારું લાગે… પાંચ દી… પછી પૂરું’.
‘બરોબર છે, આમાં તું અનુભવી એટલે ના નહી તારી વાતને’. આદિ બોલ્યો.
‘તો પછી… તારે શું કયે ઇન્ટરવ્યૂ’? રજતે પૂછ્યું.
‘અ… વાત ના બની ત્યાં’. આદિએ જવાબ આપ્યો.
‘હુમમ… કોઈ વાંધો નહીં એ નહીં તો બીજી કોઈ મળી જસે પાર્ટી તને પણ નૌકરી અને છોકરી બંને’. રજત હસતાં હસતાં બોલ્યો.
બીજા દિવશે કોલેજના કેમ્પસમાં એક બોર્ડ લગાવેલ હતું. અને બધા મિત્રો ત્યાં ઊભી વાતો કરતાં હતા.
“Gest Session of Rajkot’s Business tycoon Mr. Darshan Kumar”
‘વાહ… આ પ્લેસમેન્ટ માટે કંપની લાવવાની જગ્યાએ આવા ગેસ્ટ લેક્ચર ગોઠવે છે આપળી કોલેજ વાળા’. સાગર બોલ્યો.
‘અરે કદાચ આમની કંપની પ્લેસમેન્ટ માટે જ આવતી હશે અને શેશન પણ ઍટલે જ રાખ્યો હશે’ ધ્વનિ બોલી.
વેદાંત પણ ત્યાં આવ્યો અને બોલ્યો. ‘ શું નવું આયવુ છે વળી’.
‘અરે જો ને ભાઇ કોઈનો ગેસ્ટ શેશન છે કાલે અને આ ભાવી આચ. આર. ધ્વનિ કયે છે કે કદાચ આ જોબ પણ ઓફર કરશે’ સાગર બોલ્યો.
વેદાંતે હા માં મોઢું હલાવ્યું.
આદિ બોલ્યો.‘ચાલોને ભઇ કાલે આવશે ત્યારે ખબર પડી જશે જોબ આપશે કે નહીં ચાલો અત્યારે જાય ક્લાસમાં’. બધા ક્લાસમાં ગયા.
બ્રેકમાં આદિ અને સંદીપભાઇએ આપેલ નંબર પર ફોન કર્યો.
‘હેલ્લો વિકાશ સર વાત કરે છે’? આદિએ પૂછ્યું. સામેથી જવાબ આવ્યો. ‘જી નહીં હું વિકાશ સરનો મેનેજર વાત કરું છું તમે કોણ’?
‘ઓક, ગુડ મોર્નિંગ સર હું આદિત્ય પાઠક વાત કરું છું મને આ નંબર વિકાશ સરના ફ્રેન્ડ સંદીપભાઇ એ આપ્યો છે સરને સેલ્સ પ્રોફાઇલ માટે રિકવાઇરમેન્ટ એવું કહ્યુ હતું એમણે તો તેના માટે વાત કરવી હતી. આદિત્યએ જવાબ આપતા કહ્યું.
‘યશ… યશ…રિકવાઇરમેન્ટ છે પણ હાલ વિકાશ સર એક મિટિંગમાં બેઠા છે અને અમે હાલ ટુરમાં છીએ એટલે લગભગ ૧૦ દિવસ જેવુ થઇ જશે પણ તમે એક કામ કરો ૧૦ દિવસ પછી કોન્ટેક્ટ કરો પછી તમારું ઇન્ટરવ્યૂ ગોઠવી દઈએ’. મેનેજર બોલ્યો.
‘ઓક સર થેન્ક યુ હું ૧૦ દિવસ પછી કોલ કરું છુ’. આદિ બોલ્યો.
વિકાશ સરનો કોન્ટેક્ટ થશે ૧૦ દિવસ પછી કે આદિને મળી જશે તે પેહલા કોઈ બીજી જોબ? જાણવા માટે વાંચતા રહો ‘અતરંગી સપ્તરંગી જીંદગી મારી’.
– કેવિન વેકરીયા