વેદાંત ફ્રેશ થવા માટે રેસ્ટરૂમમાં ગયો. હાથથી મોઢા પર પાણી છાંટયુ અને અરીસામાં જોઈને મનમા ને મનમા ઇન્ટરવ્યૂના વિચારો ચાલતા હતા.
એટલામાં રેસ્ટરૂમનો દરવાજો ખૂલ્યો અને આદિત્ય ઉર્ફ ‘આદિ’ પણ ત્યાં આવ્યો.
વેદાંતને જોઈને બોલ્યો. ‘શું કયે વેદાંત’. અટલું બોલી આદિએ પણ પોતાનું મોઢું ધોયુ.
‘આજે તો ભારી ગરમી છે ભાઇ’ આદિ પોતાના મોઢા પર પાણી છાંટતા છાંટતા બોલ્યો.
વેદાંતે કોઈ રીસપોન્સ ના આપ્યો.
ઓ… વેદાંત ભાઇ કયા ખોવાય ગયા છો? આદિ હસીને બોલ્યો.
આદિ રૂમાલથી પોતાનું મોઢું લૂછયું. વેદાંતના સિરિયસ મૂડને જોતાં આદિએ વેદાંતને પૂછ્યું. ‘શું થયું? તું ઠીક છે ને’?
‘હા ઠીક છું, કેમ હું ઠીક નથી એવું તને કેમ લાગે છે?’
‘તું કઈ બોલતો નથી અને આમ થોડો ટેન્શનમાં પણ લાગે છે એટલે, અ… તબિયત તો સારી છે ને?’. આદિએ કહ્યું.
વેદાંત હળવું હસ્યો. ’કઈ નથી થયું ભાઇ, એકદમ ઠીક છું. ચલ મળીએ પછી. અટલું બોલી વેદાંત તેના રૂમાલથી મોઢું લૂછતાં લૂછતાં ત્યાંથી વઇ જાય છે.
આ વેદાંતને શું થયું. આદિ મનમા બોલ્યો.
~ * ~
દીબાકર સરનો ક્લાસ ચાલતો હતો અને સર બ્રાન્ડિંગ વિષે સમજાવતા હતા.
આદિએ કાર્તિકને વેદાંત વિષે પૂછ્યું અને કાર્તિકે બધી વાત આદિને કીધી.
~ * ~
કોલેજ પૂરી થઇ અને બધા મિત્રો પાર્કિંગમાં ઊભા હતા.
વેદાંત્યો કયા? કાર્તિક બોલ્યો.
અરે..એ તો ક્લાસમાં જ નથી આવ્યો બ્રેક પછી, મને લાગે છે તે નિકડી ગયો હશે. સાગર બોલ્યો.
‘હા… આજે થોડો મૂડ ઓફ હતો ને તેનો, કાલે ભૂલી જશે બધુ અને હતો એવો થઇ જશે’. આદિ બોલ્યો.
હમમ.. તો ચાલો આપળે શું વાર છે સૌ સૌ ના ઘર,પીજી, હોસ્ટેલે જેને જે લાગુ પડે ત્યાં જઇએ. ધ્વનિ બોલી.
‘હા ભાઇ તમે બધા જાઓ ઘર,પીજી,હોસ્ટેલ મારે જવાનું છે ઇન્ટરવ્યૂ દેવા’. આદિ પોતાના બાઇક પર બેસતા બોલ્યો.
‘હા.. પાર્ટીનું આજે ઇન્ટરવ્યૂ છે કા… ઓલ ધ બેસ્ટ ઇન્ટરવ્યૂ માટે’. કાર્તિક હસતાં હસતાં બોલ્યો.
‘હા જા અને જોબ જડપીને આવ’. સાગર ફોનમાં ગેમ રમતા રમતા બોલ્યો.
‘ઓલ ધ બેસ્ટ આદિ’. ધ્વનિએ આદિને કહ્યું.
થેન્ક યૂ… થેન્ક યૂ… બધાને. ચાલો મળીએ કાલે. અને આદિ બાઇકની કીક મારી ત્યાંથી નિકળી ગયો.
~ * ~
3 વાગ્યાનો ટાઈમ હતો અને આદિ 2:45 PM એ ઇન્ટરવ્યૂ ના લોકેશન પર પહોંચી ગયો હતો, રીસેપસન પરથી તેને વેઇટ કરવા માટે કેહવામાં આવ્યું હતું.
થોડીવાર પછી તેનું નામ બોલાયું અને રૂમમાં એન્ટર થતાં થોડા ગભરાયેલ અવાજે આદિ બોલ્યો. ‘કમ ઇન સર’.’પ્લીજ કમ આદિત્ય’. ખુરશી પર બેઠેલ સાહેબ પોતાના લેપટોપ પર કઈક ટાઈપ કરતાં કરતાં બોલ્યા.
‘હેવ અ સીટ’. સાહેબ બોલ્યા.
પ્યૂન ટેબલ પર પાણીની બોટલ મૂકી ગયો.
‘પ્લેસ ટેક વોટર’. સરએ આદિને કહ્યું.
આદિ એક ઘૂટ પીવે છે. ‘થેન્ક યૂ સર’. આદિ બોલ્યો.
સાહેબ સ્માઈલ સાથે બોલ્યા, ‘આદિત્ય, થોડો નર્વર્સ લાગે છે તું’.
‘ના.. અ.. હા મતલબ થોડો છું નર્વર્સ’. આદિ અચકતા અચકતા બોલ્યો.
‘લુક, નર્વર્સ થવાની કોઈ જરૂર નથી એક દમ ચીલ થઇ જા’. સાહેબે આદિને કહ્યું અને આદિ પણ હા માં મોઢું હલાવ્યું.
‘ઓક તો આપળે આ ઇન્ટરવ્યૂ આમ બોરિંગ પેટર્નમાં નહીં લઈએ કે ટેલ મી અબાઉટ યોરસેલ્ફ?, યોર સ્ટ્રેન્થ, વિકનેસ….પણ થોડી પ્રેક્ટિકલ વાત કરીએ.’ચાલશે ને’? સરએ આદિને પૂછ્યું. ‘હા સર બિલકુલ’. આદિએ જવાબ આપ્યો.

‘ઓક, તો તે MBA કમ્પલીટ કરિયું છે માર્કેટિંગમાં રાઈટ, તો શું લાગે છે તને, શું છે માર્કેટિંગ તારા પોઇન્ટ ઓફ વ્યૂથી’? સાહેબે પૂછ્યું.
‘સર મારા પોઇન્ટ ઓફ વ્યૂથી માર્કેટિંગ એટલે બિજનેશની પ્રોડક્ટ કે સર્વિસ વિષે ટાર્ગેટ ઑડિયન્સને અવેર કરવા અને સાથે સાથે તે પણ સમજવું કે તેની એક્ચુઅલ રિક્વાયરમેન્ટ શું છે અને તેના માટે આપળે શું કરી શકીએ’.
વાહ આદિત્ય વેરી ગુડ આન્સર. સાહેબ બોલે છે. તો હું તને પૂછું કે આપડી લાઇટિંગ પ્રોડક્ટસ છે તેને તારે સેલ કરવાની છે. તો તું નવા કસ્ટમર સાથે કઈ રીતે વાત કરીશ કઈ રીતે કન્વેન્સ કરીશ? સાહેબે પ્રેક્ટિકલ સવાલ પૂછ્યો.
સર, પેહલા તો હું મારુ ઈન્ટ્રોડ્કશન આપીશ, હું આ કંપની માંથી આવ્યો છું, અને પ્રોડક્ટને સારી રીતે સમજાવીશ અને ફાયદા વિષે કહીશ, પ્રાઇસ આપીશ અને તેમની ક્વેરી રિસોલ્વ કરવાની ટ્રાય કરીશ. આદિત્યએ જવાબ આપ્યો.
‘ક્વેરી તો ત્યારે સોલ્વ કરીશ જ્યારે તે આપળી પ્રોડક્ટમાં ઇન્ટેરેસ્ટ લેશે પણ તે પેહલા કહ્યું તેમ તું પ્રોડક્ટ વિષે સમજાવી અને ફાયદા કહીને શું લાગે છે, કસ્ટમર માની જાય ખરીદવા માટે? સાહેબે સવાલ કર્યો.
અ…નહિ મતલબ સર… બેસિકલી તેની સાથે થતી વાતચીતમાં એ સમજવાની કોશિશ કરીશ કે તેની રિકવારમેન્ટ શું છે અને તેના એકોર્ડિંગ આપળી સાઇડથી શું સોલ્યુસન મળી શકે એમ છે. તેમ છતાં મને પ્રેક્ટિકલી આઇડિયા નથી પણ હું કામ કરતા કરતા શીખી લઈશ.
અગેન વેરી ગુડ, ‘શીખી લઈશ’ એ વાત તે કહી તે મને ખૂબ ગમી. ઓક તો જો તું સિલેક્ટ થાય તો તારી શું સેલેરી એક્સપેકટેશન છે, એઝ અ ફ્રેશર ? સાહેબે પૂછ્યું.
25,000. આદિત્ય બોલ્યો.
‘ઓક, અને તું પ્રોપર રાજકોટનો જ છો’? સાહેબે પૂછ્યું.
‘નહીં સર હું ઉપલેટાથી છું અને અહિયાં હું પીજીમાં રહું છું. આદિએ કહ્યું.
‘ઓક, તો ઘરના બધા ઉપલેટા રહે છે રાઇટ, કોન કોન છે ઘરમાં? સાહેબે પૂછ્યું.
મારા મમ્મી-પપ્પા, દાદા- બા, એક બહેન મારા જેવળી જ છે એ ભણે છે. આદિએ કહ્યું.
‘પપ્પા – મમ્મી શું કરે છે’? સાહેબે પૂછ્યું.
‘મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા બૂકસ્ટોર ચલાવે છે’.
‘ઓક’ પછી સાહેબ તેના રીઝયુમમાં નજર ફેરવતા હતા.
’તે સ્કૂલ કમ્પલિટ કરી પછી BBA કર્યું અને લાસ્ટ MBA કર્યું બરોબરને? સાહેબે પૂછ્યું.
‘આદિત્ય એ હા પાડી. તે સ્કૂલ કરી કોલેજ કરી શા માટે? આય મીન સ્કૂલ,કોલેજ શા માટે જતો?
હું સ્કૂલ, કોલેજમાં ભણવા જતો, શીખવા માટે જતો.
‘એકદમ બરોબર, તો ત્યાં તું ભણવા કે નવું શીખવાના પૈસા ભરતો અને હવે તને શીખવાડવાના કે ટ્રેનિંગ આપવા માટે કંપનીએ તને પૈસા આપવાના છે. તો સીચુએશન બદલી ગઈ છે, સમજાઈ છે તને’? સાહેબ બોલ્યા.
આદિને ને સાહેબની વાત પરથી આદિના મનમા વિચાર આવ્યો કે ‘કદાચ સાહેબના હિસાબથી મારામા એ પ્રેક્ટિકલ સ્કિલ નથી કે જેના માટે તે મને ૨૫,૦૦૦ આપે’.
સાહેબ આગળ બોલ્યા ‘આદિત્ય કોલેજ પછીની દુનિયામાં તું જ્યાં કામ કરે છે કે જેના માટે કામ કરે છે તેને શું ફાયદો તારાથી થાય છે અને તું શું વેલ્યુ આપે છે તે મેટર કરે છે. તે MBA કર્યું છે, તને માર્કેટિંગ વિષે નોલેજ પણ છે પણ તારામાં થોડો કોન્ફિડેંસ ઓછો છે, જ્યારે તું માર્કેટ માં જઈશ ત્યારે જાત જાતના લોકો ભટકાશે તને.
‘અને મને ખબર છે કે તું ફ્રેશેર છો ઍટલે તારી પાસેથી હું કોઈ એક્સપેરિયનશ પર્સન જેવુ કામ નથી એકસેપ્ટ કરતો પણ હાલ મારે જેવો ફ્રેશેર કેન્ડીડેટ જોઈએ છે તેમાં તું ફિટ નહીં થાય એવું મને લાગે છે સો…’ સાહેબ આટલું બોલતા સ્માઇલ સાથે અટકે છે.
આદિએ પણ સાહેબનીસામે હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો ‘ યસ સર શું સમજી ગયો તમે શું કેહવા માંગો છો તે’.
‘ગુડ’ સાહેબ બોલ્યા. ‘પણ તારું રિસ્યૂમ છે મારી પાસે ઇન ફ્યૂચર કોઈ એવો મોકો મળશે તો સાથે જરૂર કામ કરશું’.
સાહેબે આદિને હેન્ડશેક કર્યું અને આદિ ત્યાંથી નિકળી ગયો.
આદિ હવે આગળ શું કરશે તે જાણવા માટે વાંચો આવતા રવિવારનો ભાગ.
– કેવિન વેકરીયા