સવારનો સમય હતો. ઉપલેટની બજારમાં લોકોની ચહેલ પહેલ ચાલુ હતી. નવજીવન દાદા પણ રોજની જેમ પોતાની ખુરશી પર બેસીને છાપું વાંચતાં હતા.
‘અરે.. ભાઇ એક નોટબુક આપીદોને’.એક છોકરો બુક્સસ્ટોરના ટેબલ પર આવીને બોલ્યો.
શાંતિથી છાપું વાંચી રહેલા નવજવન દાદા એ છાપું હટાવીને છોકરા સામે જોયું અને બોલ્યા. ‘આપે હો બેટા’. પરેશ એક નોટબુક લઈલે તો! અંદરથી અવાજ આવ્યો.’લાવું છું બાપુજી’.પરેશભાઇ નોટબુક લઈને આવ્યા.
‘લે બેટા’. પરેશભાઇએ બુક આપતા, છોકરાને કહ્યું.
‘કેટલા છે આના કાકા’. છોકરાએ પૂછ્યું. બેટા ૩૦ રૂપિયા. છોકરાએ પૈસા આપ્યા અને ત્યાંથી વઇ ગયો.
‘આ અંદર શું કામ આદર્યું છે’? નવજીવન દાદાએ પરેશને પૂછ્યું.
‘બાપુજી અંદર નવા સ્ટોકને ગોઠવું છું અને થોડી સાફસફાઇ કરું છું’.
‘અ.. કરાવું કઈ હું’? બાપુજીએ પૂછ્યું.
‘ના ના બાપુજી તમે બેસો કઈ ખાસ નથી, પતી જસે થોડી વારમાં’. પરેશભાઇ બોલ્યા.
અરે ભાઈ… પતી ક્યાંથી જસે હજી હમણાં તો ઘરેથી પત્ની દ્વારા કાઢવામાં આવ્યો છે સાંજ પેહલા પગ નહીં મૂકવા દે. જગદીશભાઈ દુકાનમાં આવતા આવતા બોલ્યા.
‘આવો આવો સાહેબ… કેમ છો આનંદમા’? પરેશ ભાઇ બોલ્યા.
‘ક્યાંથી આનંદમાં હોય? તમેને મે કીધું એ ના સાંભળયા? અરે ભાઇ ઘરથી કાઢવામાં આવ્યો છું’. જગદીશભાઈ બોલ્યા.
‘શું સવાર સવારમાં રમત આદરી છે જગા તે’? નવજીવન દાદા હળવા સ્મિત સાથે બોલ્યા.
‘માફ કરજો કાકા આ તો હું આવ્યો અને પરેશ બોલ્યો પતી જસે તો મે કીધું ચાલો કોઈ જોક જેવુ બનાવીએ પણ જોક ને બદલે પોપટ બની ગયો મારો’. જગદીશભાઇ હસતાં હસતાં બોલ્યો.

‘લ્યો કાકા ખાશ તો આ કામ માટે આવ્યો હતો, તમે પેલા મીઠું મોઢું કરો’. જગદીશભાઇએ દાદાને અને પરેશભાઇને મીઠાઇ ખવડાવી.
‘અરે… ભાઇ કઈ ખુશીમાં મીઠું મોઢું કરાવે છે? કોઈ મોટો ઓર્ડર મળી ગયો કે શું’? દાદા બોલ્યા.
‘ના… ના… કાકા તેનાથી પણ મોટી વાત છે, મારા દીકરા નિશાંતને નોકરી મળી ગઈ’. જગદીશભાઇ બોલ્યા.
‘અરે… વાહ… તો તો અભિનંદન ભાઇ તને’. દાદા બોલ્યા.
‘હા… આ તો ખુશીની વાત છે, અભિનંદન જગદીશભાઇ’. પરેશભાઇએ હાથ મિલાવતા કહ્યું.
‘અરે… બસ જો છોકરાની મેહનત અને દ્વારકાધીશની કૃપા છે’. જગદીશભાઇ બોલ્યા.
‘સરસ લ્યો તમારે પણ છોકરો વડોદરામાં સેટ થઇ ગયો એટલે હવે શાંતિ તમારે’. પરેશભાઇ બોલ્યા.
‘અરે શું શાંતિ હવે તેના માટે અશાંતિ નહીં ગોતવાની’? જગદીશભાઇ બોલ્યા.
‘શું… અશાંતિ’ પરેશ ભાઇ આશ્ચર્ય સાથે બોલ્યા.
‘અરે ભાઇ હવે છોકરી ગોતવી પડશેને લગન માટે’. જગદીશભાઇ હસતાં હસતાં બોલ્યા.
‘હા એમ કયો ને’… પરેશભાઇ પણ હસવા લાગ્યા.
જગદીશભાઇએ આગળ બોલતા કહ્યું. ‘પણ આમ તો એ કામ આપળા સમયમાં હતું, આજકાલના છોકરવે ઓછું કરી દીધું છે હવે પોતાની રીતે જ નોકરીની સાથે સાથે છોકરી પણ ગોતીલે છે ઊલટાનું આપળે કોઈક નો બાયોડેટા લેતા પેહલા છોકરવને પૂછવું પડે કે તેને ક્યાંય કોઈ સાથે કુંડળી નથી મેળવી રાખીને? તો અમે આ લપ ના કરીએ’.
‘વાત તો સાચી છે તમારી’.પરેશભાઇ હસતા હસતા બોલ્યા. વળી નોકરીની વાત પરથી તેને યાદ આવ્યું કે આજે આદિનું પણ ઇન્ટરવ્યૂ છે.
ત્યાં જગદીશભાઇને ફોને આવ્યો.’ હા પ્રફુલભાઇ.. હા.. હા બસ અહિયાં બાજુની દુકાન પર જ છું આવ્યો એક જ મિનિટમાં આવું. ફોન મૂકી જગદીશભાઇ બોલ્યા’ચાલો કાકા, પરેશ એક પાર્ટી આવી છે પછી મળીએ’.
‘હા…હા જગદીશભાઇ આવજો’. પછી પરેશભાઇ બોલ્યા. ‘અરે બાપુજી મને હમણાં આ નોકરીની વાત પરથી યાદ આવ્યું આજે આદિનું ઇન્ટરવ્યૂ છે કાલે ફોન પર વાત થઇ ત્યારે કહતો હતો’.
‘હા ખબર છે મને’. દાદાએ જવાબ આપતા કહ્યું.
‘તો હું શું કહું છું અત્યારે ફોન કરીને પૂછીએ કેવું રહ્યું તેનું ઇન્ટરવ્યૂ’? પરેશભાઇ બોલ્યા.
‘અરે ભાઇ તને ખબર છે ઇન્ટરવ્યૂ ક્યારે છે?’ દાદાએ પૂછ્યું.
‘અ.. ના ટાઈમ કીધો તો હતો હું ભૂલી ગયો’ પરેશે જવાબ આપતા કહ્યું.
‘બપોરે ઇન્ટરવ્યૂ છે ૩ વાગે, અત્યારે પૂછીને શું કરીશ? અને અત્યારે કોલેજમાં હશે સાંજે પૂછી લે જેને’. દાદા બોલ્યા.
‘હા… બાપુજી હવે સાંજે જ ફોન કરીશું’. પરેશભાઇ બોલ્યા.
તો…મારા વહલા મિત્રોને આદિત્યના જય શ્રી કૃષ્ણ…
દુનિયાનો આ દસ્તૂર રહ્યો છે કે પેઢી દર પેઢી, પિતા પછી તેનો દીકરો પછી તેનો દીકરો… આમ એક સમય આવે ત્યારે નાણાકીય જવાબદારી લેવા લાગે છે, અને પિતાનો બોજ થોડો ઓછો કરવાની કોશિશ કરે છે અને આ સમય લગભગ લગભગ કોલેજ પછી શરૂ થતો હોય છે, ભણતા હોય ત્યાં સુધી કમાવાનું જજુ પ્રેશર નથી હોતું. હા એક્શેપશનલ આર ઓલવેઈઝ ધેર પણ મોટા ભાગે ૨૨-૨૩ વર્ષ પછી આ બધુ ચાલુ થાય છે અમારા જેવા જુવાનીયાવને એવું અંદરથી થવા લાગે કે બસ આવક ચાલુ થઇ જાય તો શાંતિ.
કોલેજ પ્લેસમેન્ટ જોબ મેળવવાનો પેહલો રસ્તો છે અને મોટાભાગના ની એક જ ઈચ્છા હોય છે કે બસ જોબનું કઈક થઇ જાય તો મજા આવી જાય. હા… અમુક ટકા અપવાદ આમાં પણ હોય છે જેને ફેમિલી ધંધો સાંભળવો હોય કે પોતાનો નવો ધંધો ચાલુ કરવો હોય. પણ મોટા ભાગના જોબ વાળી કેટેગરીમાં આવતા હોય છે. અને અમે લોકો પણ આજ કેટેગરીમાં છીએ.
‘આજે નોટિસ બોર્ડ પર જોયું? નવી કંપનીઓ ફ્લોટ થઇ છે અલગ અલગ સ્ટ્રીમસની, એપ્લાઈ કરી દો જેને જે લાગુ પડે તે’. ધ્વનિ કોલેજના ગાર્ડનમાં ચાલી રહેલી ચર્ચાને અટકાવતાં બોલી.
‘કઈ કઈ પ્રોફાઇલ માટેની જોબ ઓપેનઇંગ આવી છે? સાગરએ પૂછ્યું.
‘માર્કેટિંગ, એચ.આર.,US અકાઉંટ… ઘણી બધી છે અરે હા તારે તો US અકાઉંટિંગમાં જવું છે ને એપ્લાઈ કરી દે’? ધ્વનિ બોલી.
‘હા જોઈએ હવે એપ્લાઈ કરવું કે નહીં, આઈ એમ કનફયુઝ્ડ યુ નો’. સાગર ફોનમાં ગેમ રમત રમત બોલ્યો.
‘અરે હા… આ વેદાંતનું ઇન્ટરવ્યૂ હતું ને આજે પત્યું કે નહીં’. કાર્તિકએ પૂછ્યું.
આટલામાં વેદાંત સામેથી ચાલ્યો આવતો હતો થોડો ઉદાસ લગતો હતો.

‘આવો આવો મિસ્ટર વેદાંત, ફ્યુચર ફાઈનાનસિયલ એડવાઇઝર, કેવું રહ્યું ઇન્ટરવ્યૂ તમારું’? સાગરએ પૂછ્યું.
‘દેખાતું નથી તને મારા મોઢા પર ખૂબજ સારું ગયું છે’. વેદાંત ગુસ્સામાં ઊચા અવાજે બોલ્યો.
‘અરે… શાંત થઇ જા પાર્ટી, લે થોડું પાણી પી લે’. કાર્તિક બોલ્યો.
‘નથી પીવું’. વેદાંતે ના પાડતાં કહ્યું.
‘લે..કા’.કાર્તિકે પૂછ્યું.
‘મૂળ મરી ગયો છે આજે તો, મારી કેટલી તૈયારી હતી આ ઇન્ટરવ્યૂ માટે અને..’ વેદાંત આટલું બોલતા અટક્યો.
‘અ..અ.. મત.. લબ.. પૂછી શકું એક્સેક્ટ્લિ શું થયું ઇન્ટરવ્યૂ રૂમમાં’?? સાગર એ થોડા ધીમા અવાજે પૂછ્યું.
‘શું થાય જે થતું આવ્યું છે એ જ? ૨૦,૦૦૦ સેલરી કહે છે. મને લાગ્યું ૩૫,૦૦૦ જેવી તો મળી જ જશે , મે આ અલગ અલગ કોર્ષ કર્યા છે અને ખાલી સર્ટિફિકેટ નામ ના નથી, પૂછ મને આના રીલેટેડ, આઈ નો એવરીથિંગ પણ ૨૦,૦૦૦..’ અને તે પોતાનું માથું પકડીને બેસી જાય છે.
‘અરે લકી છે ભાઇ તું આ સેમ પોજિશન માટે મે પણ એપ્લાઈ કરેલું હતું તું ઇન્ટરવ્યૂ માટે તો સિલેક્ટ થયો મને તો એ પણ ચાન્સ ના મળ્યો અને આ કયા છેલ્લી કંપની છે બીજે ક્યાંક કરી લેશું’. સાગર વેદાંતને હિમત આપતા બોલ્યો.
‘હા બિલકુલ, વેદાંત આમ ઉદાસ ના થા’. ધ્વનિ બોલ્યો.
‘હા… ભઇ કોનું થઇ ગયું અને તારું રહી ગયું હે… અચ્છા તે ઇન્ટરવ્યૂમાં યસ…નો… કઈ જવાબ આપ્યો કે’… કાર્તિકે વેદાંતને પૂછ્યું.
ના ભઇ નથી આપ્યો હજી પણ શું આપવો એ હવે કન્ફ્યુશન છે. વેદાંતે જવાબ આપતા કહ્યું.
તું ઘરે જઈ શાંતિથી વિચાર જે અત્યારે લેક્ચરમાં જોઈએ, બ્રેક ઓવર થઇ ગયો છે. ધ્વનિ બોલી.
હા.. ભઈ અમારે પણ દીબાંકર સરનો લેક્ચર છે ચાલો પોત પોતાના ક્લાસમાં, કોલેજ પતે પછી મળીએ.
ચલ ભઇ વેદાંત આપળે તો એક જ ક્લાસમાં જવાનું છે.
તું જા હું થોડો ફ્રેશ થઇને આવું. વેદાંતે સાગરને કહ્યું.
ઓક… સાગર બોલ્યો.
વેદાંત ત્યાં બેઠો હતો બાકી બધા તેના ક્લાસમાં જતાં રહ્યા હતા. હવે જોવાનું એ છે કે આદિનું ઇન્ટરવ્યૂ હજી બાકી છે, તેને કેવો એક્સપેરિયંશ થાય છે.
– કેવિન વેકરીયા